Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી (MoS) જનરલ વીકે સિંહે(VK Singh) ગુરુવારે પોલેન્ડ(Poland)ના રેઝેજો એરપોર્ટ(Reggio Airport) પર આ માહિતી આપી. નોંધનીય છે કે આ પહેલા રશિયન સેનાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.
‘ગોળી રાષ્ટ્રીયતા જોતી નથી’
જનરલ વીકે સિંહે કહ્યું કે કિવના એક વિદ્યાર્થીને ગોળી વાગવાની માહિતી મળી છે. તેમને તાત્કાલિક કિવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘ભારતીય દૂતાવાસે પહેલાથી જ પ્રાથમિકતાના આધારે સ્પષ્ટ કરી દીધું હતું કે દરેક વ્યક્તિએ કિવ છોડવું જોઈએ. યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈના ધર્મ અને રાષ્ટ્રીયતાને જોતી નથી.
પોલેન્ડ સરહદ સુધી પહોંચવાની કોશિશ:
બગડતી સ્થિતિ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભાગી રહ્યા છે અને ભારત પાછા ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહ યુક્રેનને અડીને આવેલા દેશોમાં બચાવ કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
સતત થઇ રહ્યા છે હુમલા
અગાઉ કર્ણાટકના રહેવાસી નવીનનું યુક્રેનમાં મૃત્યુ થયું હતું. નવીન ગવર્નર હાઉસની નજીકના સ્ટોર પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવાની વસ્તુઓ લેવા માટે ઉભો હતો, ત્યારે તે રશિયન સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં તેનું મોત થયું. ઉલ્લેખનીય છે કે રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહી છે. આ યુદ્ધનો આજે 8મો દિવસ છે અને તેનો જલ્દી અંત આવે તેવી શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.