Russian Girl looking For Indian Husband: એક રશિયન યુવતી ભારતીય છોકરાની શોધમાં છે. વાંચીને નવાઈ લાગી પણ આ એકદમ સત્ય છે, રશિયન સોશિયલ મીડિયા સ્ટાર દિનારા નામની યુવતીએ પોસ્ટ કરી ભારતીય પતિની જાહેરાત કરી છે. હકીકતમાં તેણે એક પોસ્ટ કરી છે અને ભારતીય છોકરા(Russian Girl looking For Indian Husband) સાથે વાતચીત કેવી રીતે શરૂ કરવી તે પણ જણાવ્યું છે. દિનારાએ એમ પણ કહ્યું કે તેણે ઘણા દેશોની મુલાકાત લીધી છે પરંતુ તેને ભારત ખુબ જ ગમ્યું છે અને તેને ભારતીય છોકરાઓ ખૂબ ગમે છે. તેથી જ તેણે એક પોસ્તેટ શેર કરી છે. તેનો આ વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રશિયન ઈન્ફ્લુએન્સરની પોસ્ટ વાયરલ થઈ રહી છે
રશિયન ઈન્ફ્લુએન્સર દિનારાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ભારતીય પતિને શોધવામાં લોકોની મદદ માંગવામાં આવી છે. દિનારાએ જણાવ્યું કે તે 30 દેશોની મુલાકાત લઈ ચુકી છે પરંતુ તેને ભારત ગમે છે. વાયરલ પોસ્ટમાં દિનારા એક મોલમાં પોસ્ટર સાથે ઉભી છે જેના પર લખેલું છે કે તે ભારતીય પતિની શોધમાં છે.
ભારતીય યુવકે કરી આવી કોમેન્ટ
પોસ્ટરમાં એક QR કોડ છપાયેલો છે, જેને સ્કેન કરીને મેસેજ મોકલવાનું કહેવામાં આવ્યું છે. આટલું જ નહીં, દિનારાએ તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે એવા ભારતીય પતિની શોધમાં છે જે પહેલાથી પરિણીત નથી. દિનારાએ 30 મેના રોજ પોસ્ટ શેર કરી હતી, જે પછી તે વાયરલ થઈ ગઈ છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી દિનારાની આ પોસ્ટને 96 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને વીડિયોને 80 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા પછી એક છોકરીએ લખ્યું કે મેં સાંભળ્યું છે કે ભારતીય છોકરાઓ એરેન્જ્ડ મેરેજ કરે છે. એકે લખ્યું કે તેને પતિ નથી જોઈતો પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ જોઈએ છે.
એકે લખ્યું કે છોકરીઓ ફેમસ થવા માટે કંઈ પણ કરે છે. એકે લખ્યું કે આ માત્ર ફેમસ થવાનો સ્ટંટ છે. એકે લખ્યું કે શું આ દેશમાં ઓછા લોકો હતા? હવે તો વિદેશીઓ પણ અહીં આવીને આવા કામો કરવા લાગ્યા છે. બીજાએ લખ્યું કે તે ભારતીય વર કે પતિની શોધમાં નથી પરંતુ તેને ભારતીય દર્શકો જોઈએ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App