નિર્દય પત્ની: સાઉદીથી કામ કરીને પાછા ફરેલ પતિને પત્નીએ જ ભાણેજ સાથે મળી મારી, લાશને સુટકેશમાં બંધ કરી ફેંકી દીધી

UP Wife killed Husband: ઉત્તરપ્રદેશના મેરઠની વાદળી ડ્રમની ઘટના હજુ તાજી જ છે. આ ઘટનામાં પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિને મારી વાદળી ડ્રમમાં ભરી દીધો હતો. હવે એક એવો જ મામલો ઉત્તર પ્રદેશના દેવરીયાથી સામે આવ્યો છે, જ્યાં પત્નીએ પ્રેમી સાથે (UP Wife killed Husband) મળી પોતાના પતિની હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે લાશને સુટકેશમાં ભરી 60 km દૂર ફેંકી દીધી હતી. મૃતકનો પતિ સાઉદી અરબમાં નોકરી કરતો હતો. ઘટના બન્યાના એક અઠવાડિયા પહેલા તે સાઉદીથી ઘરે આવ્યો હતો.

સુટકેશમાં નીકળી યુવકની ઈલાજ
જાણકારી અનુસાર દેવરીયાના તરકુલવા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડી છાપર પઠખવલી ગામમાં ઘઉંના ખેતરમાં એક સૂટકેસ પડી હતી. જ્યારે સુટકેશને ખોલવામાં આવી, તો તેમાંથી એક 30 વર્ષના યુવાનની લાશ નીકળી હતી. આ યુવકના માથાના ભાગે બીજાના નિશાન હતા. ઘટના અંગે જાણકારી મળતા જ દેવરીયા એસ.પી વિક્રાંત વીર ઘટના સ્થળે પહોંચ્યા. ફોરેન્સિક ટીમ, ડોગ સ્કોડ અને સર્વેલનસ ટીમને બોલાવીને તપાસ કરવામાં આવી હતી

એક અઠવાડિયા પહેલા સાઉદીથી પાછો આવ્યો હતો મૃતક યુવક
પોલીસે લાશની ઓળખ માટે તપાસ કરી હતી. મળેલા કાગળના આધારે માલુમ પડ્યું હતું કે આ લાશ દેવરીયાના પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા પટોલી ગામના રહેતા નૌસાદની છે. પોલીસને જાણકારી મળી હતી કે નૌસાદ એક અઠવાડિયા પહેલા જ સાઉદી અરબથી કામ પરથી પાછો ફર્યો છે. પોલીસે તેની પત્ની ઉપર શક ગયો અને તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી અને તેને સમગ્ર હકીકત જણાવી હતી.

પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતક નૌસાદની પત્નીના દુરના ભાણેજ સાથે લગ્ન સંબંધ હતા. જ્યારે તેનો પતિ સાઉદી અરબથી કમાઈને પાછો આવ્યો, તો તે તેના પ્રેમમાં દિવાલ બની ગયો હતો. આજ કારણે પત્નીએ ભાણેજ પ્રેમી સાથે મળી પોતાના પતિને ધારદાર હથિયાર વડે મારી નાખ્યો હતો. હત્યા કર્યા બાદ લાશને સુટકેશમાં ભરી 60 કિલોમીટર દૂર લઈ જઈ ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસે કેશ નોધી લીધો છે. આરોપી પ્રેમી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.