220 કિલો વજન ઉઠાવી રહ્યો હતો 23 વર્ષીય બોડી બિલ્ડર, અચાનક જે થયું… -વિડીયો જોઇને આંખે અંધારા આવી જશે

વિશ્વમાં એવા ઘણા બોડી બિલ્ડર્સ છે જેઓ ખૂબ જ ભારે વજન ઉપાડે છે. એ લોકો દિવસ-રાત મહેનત કરે છે અને તાકાત વધારીને જ આટલું ભારે વજન ઉપાડે છે. જો તાકાત વગર ભારે વજન ઉપાડવામાં આવે તો ગંભીર ઈજા પણ થઈ શકે છે. 2021 માં, એક બ્રિટિશ બોડી બિલ્ડરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બારબલમાં પ્લેટ્સ મૂકીને 220 કિલો વજન સાથે બેન્ચ પ્રેસ એક્સરસાઇઝ કરી રહ્યો હતો. કસરત કરતી વખતે તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેની જમણી છાતીનું હાડકા સહીત છાતીના સ્નાયુઓ ફાટી ગયા હતા. તે વીડિયોએ બધાને હંફાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ryan Crowley (@ryancrowley97)

થોડા સમય પહેલા આ બોડી બિલ્ડરે પોતાની રિકવરી પ્રોસેસ વિશે વાત કરી હતી અને 30 કિલો વજન સાથે એક્સરસાઇઝ કરતી વખતે એક વીડિયો પણ શેર કર્યો હતો. કોણ છે આ બોડી બિલ્ડર? તેને આ ઈજા કેવી રીતે થઈ અને તેની રિકવરી? આવો જાણીએ…

 

View this post on Instagram

 

A post shared by Ryan Crowley (@ryancrowley97)

આ બ્રિટિશ બોડી બિલ્ડરનું નામ રેયાન ક્રોલી (Ryan Crowley) છે, જેનો જન્મ હેમ્પશાયરમાં થયો હતો. તે 16 વર્ષની ઉંમરથી બોડી બિલ્ડિંગ કરી રહ્યો છે. માર્ચ 2021માં તે જીમમાં 220 કિલો બેન્ચ પ્રેસ કરી રહ્યો હતો. તે સમયે તેની સાથે એક ચોંકવનારી ઘટના બની. વિશ્વભરમાં સેંકડો લોકોએ તે વીડિયો જોયો અને શેર કર્યો. વિડિયોમાં જોવા મળતું હતું કે રેયાન છાતીની કસરત માટે 220 કિલો વજન ઉપાડી રહ્યો છે અને જેવી તે બારબેલ નીચે લાવે છે, છાતીની માંસપેશી ફાટી જાય છે અને તે ભાગમાં લોહી એકઠું થાય છે. ખરેખર, તેની છાતીનું હાડકું તેના સ્નાયુઓ ફાટી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ryan Crowley (@ryancrowley97)

રેયાને જણાવ્યું કે, તેની છાતીના સ્નાયુઓ તેના હાડકામાંથી ફાટી ગયા છે. ત્યારપછી છાતીમાં પરુ ભરેલું સિસ્ટ બન્યું હતું. તેણે જીવનમાં અનુભવેલી આ સૌથી ખરાબ પીડા હતી. સ્નાયુઓ ફાટતાની સાથે જ રાયન તડપી તડપીને નીચે પડી જાય છે. હાલના સમયમાં પણ રિયાન સારવાર હેઠળ છે. તાજેતરમાં, તેણે 30 કિલોથી ડમ્બલ પ્રેસ અને બારબેલ પ્રેસ કરતો એક વીડિયો શેર કર્યો છે. એટલે કે, તેઓ હજુ પણ ભારે વજન ઉપાડવામાં અસમર્થ છે.

 

View this post on Instagram

 

A post shared by Ryan Crowley (@ryancrowley97)

રેયાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, તે હજુ પણ ભારે વજન ઉઠાવવાનું ટાળી રહ્યો છે અને ધીમે ધીમે તેની તાકાત પર કામ કરી રહ્યો છે. પાયાની કસરતો જેમ કે, પ્લેન્ક, પુશઅપ્સ, પુલઅપ્સ, હળવા વજન સાથે ડમ્બેલ ફ્લાય, ડમ્બેલ પ્રેસ જેવી કસરતો કરવી. આ સાથે, લૂપ બેન્ડ અને થેરા બેન્ડ સ્નાયુઓ પર તાણ લાવે છે જેથી અસરગ્રસ્ત સ્નાયુઓ પર લોહીનો પ્રવાહ બરાબર રહે. વાસ્તવમાં, જેમ જેમ સ્નાયુ પર લોહીનો પ્રવાહ વધે છે, તે સ્નાયુ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *