Sex and Relationship: પુરુષ હોય કે મહિલા બંનેના જીવનમાં સેક્સનું ખુબ મહતવ હોય છે. સેક્સએ જીવનની મુખ્ય હિસ્સો કહેવામાં આવે છે. રોજ સેક્સ (Sex and Relationship) કરવાથી શરીરને ઘણા લાભ મળે છે.
એક રિસર્ચ અનુસાર એવું માનવામાં આવે છે કે, જે મનુષ્યની સેક્સ લાઈફ એક્ટિવ હોય તે પુરુષોને હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખતસેક્સ કરનારા લોકોની તુલનામાં મહિનામાં એક વખત સેક્સ કરતા લોકોથી ઓછું જોખમ જોવા મળ્યું.
સેક્સ કરવાથી શરીરમાંથી એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન જેવા હોર્મોન બહાર નીકળે છે જેના કારણે તણાવમાં રાહત મળે છે અને મૂડ એકદમ સારો બની જાય છે. એક સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈપણ રીતે દબાણને હેન્ડલ કરવામાં સક્ષમ રહેતા હોય છે.
દરરોજ સેક્સ કરવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ ખુબ મજબૂત થાય છે. તેનાથી તમારું શરીર સામાન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ બની જાય છે. સંભોગ દરમિયાન હાર્ટ રેટ વધે છે અને તેનાથી શરીરના તમામ અંગોમાં બ્લડ સર્કયુલેશન ઝડપી થવા લાગે છે. તેમજ સેક્સ પછી ઊંઘ સારી આવે છે. તેનાથી સવારે તમે રિલેક્સ અનુભવ કરો છે અને તમારા કામને સારી રીતે કરી શકો છો. તમે પોઝિટિવ ફીલ કરો છો.
દરરોજ સેક્સ કરવાથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો. રિસર્ચ મુજબ, પુરુષ સેક્સની દર મિનિટમાં 4.2 કેલરી બર્ન કરે છે અને મહિલાઓ 3.1 કેલરી બર્ન કરે છે. ઘણા રિસર્ચમાં એવું સાબિત પણ થયું છે કે, જે પુરુષો દરરોજ સેક્સ કરે છે તેમને હૃદય રોગનું જોખમ ખુબ ઓછું રહે છે.
સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાંથી ટેસ્ટોસ્ટીરોન હોર્મોન રિલીઝ થાય છે. તેનાથી ન માત્ર બેડ પર ઈચ્છા ફીલ થાય છે પરંતુ મસલ્સ અને હાડકાં પણ ખુબ મજબૂત થાય છે. સેક્સ દરમિયાન જ્યારે ઓર્ગજ્મ પર પહોંચે છે તો શરીરમાં ઓક્સિટોસિનનું સ્તર 5 ગણું જેટલું વધી જાય છે. તેનાથી શરીરમાં ઘણા પ્રકારના દુખાવા દૂર થાય છે. સેક્સ કરવાથી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર વધે છે. અને તેનાથી પ્રજનન ક્ષમતા ખુબ વધે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App