Sabarkantha Crime News: પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમમાં બે દિવસ અગાઉ પ્રેમ સંબંધમાં બાધારૂપ બનતા તલોદ તાલુકાના વલીયમપુરા ગામના એક યુવાનને પૂર્વ યોજીત કાવતરૂ રચીને બોલાવી વલીયમપુરા ગામના બે જણાએ પ્રેમ સંબંધમાં વાતચીત કરવા દેતા ન હોવાથી સળીયાથી હુમલો કરી ગળે ટુંપો દઈ મોત નીપજાવીને અકસ્માતમાં (Sabarkantha Crime News) ખપાવવા જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પત્ની અને પ્રેમિકા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. તો પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી
તલોદ તાલુકાના વલિયમપુરા ગામના શખ્સને તા.14-03-23ના રોજ પેટમાં દુ:ખાવો થતાં તેની પત્નીને સાથે લઈને તલોદથી દવા લઈ આવ્યા બાદ બાલિસણા ગામે જવાનું કહી નીકળ્યા બાદ મોડી રાત્રે પત્નીએ તેના સસરાને અકસ્માત થયાની જાણ કરી થોડીવાર પછી પ્રાંતિજ દવાખાને લઈ ગયા હોવાનું જણાવી હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ પુત્રના શરીર પરના ઈજાના નિશાનો જોઈ શંકા જતાં સસરા અને અન્ય વ્યક્તિઓએ પુત્રવધૂની પૂછપરછ કરતાં ભાગી પડી હતી અને તેણે તથા તેના પ્રેમીએ સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત કરી લાશ પ્રાંતિજના લીમલાની સીમમાં ફેંકી દીધી હતી.
કાંટો કાઢવા માટે તેમણે મન બનાવી લીધુ
સાબરકાંઠામાં પતિ પત્ની અને વોનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. તલોદ તાલુકાના વલીયમપુરા ગામમાં પ્રેમી જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ ડાભી સાથે મહિલાને આંખ મળી ગઇ હતી. જેથી બંને જણા અવાર નવાર એકબીજાના સંપર્કમાં રહેતા હતા. પ્રેમી સાથે રંગરેલીયા બનાવવામાં પત્ની આશાને પતિ નળતરરૂપ હતો.પતિ કાળુસિંહ ઉર્ફે કિરણસિંહ પરમારનો કાંટો કાઢવા માટે તેમણે મન બનાવી લીધુ હતું. જેથી પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ રહ્યુ હતું.
અકસ્માતમાં ખપાવવા જતા આખો ભાંડો ફૂટ્યો
પત્ની આશા પતિ કાળુસિંહ ઉર્ફે કિરણસિંહ પરમારને ઘરેથી દવાખાને લઇ જવાના બહાને સાથે લઇને નીકળી હતી. પિયર જતા માર્ગમાં તેણે પ્રેમીને બોલાવી લીધો હતો અને બંને જણાએ પ્રાંતિજના લીમલા ગામની સીમમાં કાળુસિંહની હત્યા કરી હતી. જો કે આ વાતની કોઇને જાણ ન થાય તે માટે હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્લાન કર્યો હતો ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા આખો ભાંડો ફૂટ્યો હતો .ત્યારબાદ પ્રાંતિજ પોલીસે પ્રેમી કરણસિંહ કાળુસિંહ પરમાર અને પ્રેમિકા મૃતકની પત્ની આશાબેન પરમારની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કાળુસિંહ ગાંડાજી પરમારે નોંધાવેલી ફરીયાદ નોંધાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App