અમદાવાદની શાન સમા 22 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર યુવતીની છેડતીના કિસ્સા વધી રહ્યા છે. કટ્ટર વાડી સંગઠનો દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવતા હોય છે. આ પ્રકારના કિસ્સાઓ બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર પોલીસ દ્વારા 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. જેનું મોનિટરિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ દ્વારા સેગવે અને બગી જેવી બે હાઈ સ્પીડ બોટ દ્વારા રીવરફ્રન્ટનું સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના બનશે. તો પોલીસ આ બંને બોટનો ઉપયોગ કરીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી શકશે. જો કે, આ તમામ સુવિધા આગામી આઠ મહિનામાં 16 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવશે. તમામ CCTV કેમેરાનું મોનિટરિંગ પોલીસ દ્વારા કોબાન હટમાં બેસીને કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રેમીયુગલો માટે મનપસંદ સ્થળ બની ગયું છે. કેટલીક વાર પ્રેમી યુગલને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવાના પણ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. જેના કારણે પોલીસ દ્વારા અને નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને પ્રેમી યુગલોને અથવા યુવતીઓની છેડતી કરનાર અસામાજિક તત્ત્વો કેમેરામાં કેદ થઇ જશે અને CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
રીવરફ્રન્ટ પર CCTV કેમેરા લાગ્યા પછી પ્રેમી પંખીડાઓને IPC 294 હેઠળ પ્રેમી પંખીડાઓ હગ અને કિસ કરી શકશે. પરંતુ કોઈ અશ્લીલ હરકત કરવામાં આવશે. તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પર કરવામાં આવતી તમામ સુવિધા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. જેમાં મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ પોલ અને SOS જેવી સુવિધા કરવામાં આવશે. જેના કારણે યુવતી અથવા કોઈ પણ મહિલાને મુશ્કેલી પડે એક બટન દબાવીને પોલીસની તાત્કાલિક મદદ મેળવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.