શહેર છોડી ગામડે જનારા હજારો લોકો માટે આવ્યા મોટા દુઃખના સમાચાર, જાણો વિગતે

વિવિધ દેશો માંથી ગુજરાતમાં આવેલા લોકોમાં COVID-19ના ચેપના લક્ષણો બહાર આવવાનો ઇન્ક્યુબેશન પિરિયડ હવે પૂર્ણ થવાને આરે છે. ભારતમા 22મી માર્ચથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે અને એ ગણતરીએ ચોથી પાંચમી એપ્રિલે 14 દિવસનો ઇન્ક્યુબેશન પિરિયડ પૂર્ણ થઇ જશે. (DEMO PIC)

આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ ગુરૂવારના રોજ સવારના સમયે ગુજરાત માટે આગામી 5 થી 6 દિવસ ખુબ મહત્વના હોવાનુ જણાવતા કહ્યુ હતુ. સાંજના બ્રિંફ્ગિં વખતે આ સંદર્ભે પુછતા “લોકલ ટ્રાન્સમીશન વધ્યુ છે ત્યારે હવે ચિંતા ગામડાઓની કરવાની છે” એમ કહ્યું હતું.

રાજ્યમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ કરતા સ્થાનિક સ્તરે જ કોરોનાનો ચેપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમા COVID-19માં ત્રીજા તબક્કે કોમ્યુનિટી ટ્રાન્સફ્ર શરૂ થઇ ગયુ છે? તેના જવાબમાં ડો.રવિએ જણાવતા કહ્યુ કે, વિદેશ પ્રવાસની હિસ્ટ્રી કરતા સ્થાનિકોના કેસ વધી રહ્યા છે પરંતુ હજી એ તમામ કેસ ક્લસ્ટરમા છે. લોકડાઉનને કારણે ક્લસ્ટરમાંથી કોમ્યુનિટી તરફ નથી.

વિવિધ દેશો માંથી આવેલાઓનો ઇન્ક્યુબેશન પિરિયડ પાંચમી એપ્રિલ સુધીનો છે. ૨૩મી માર્ચથી લોકડાઉન શરૂ થયુ છે, આથી મુંબઈથી, સુરતથી કે પછી ગુજરાત બહારથી ગામડાઓમાં આવેલા પૈકી જે કોઇ ચેપગ્રસ્ત હશે તેમનામાં ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ કોરોન્ટાઇન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે.(DEMO PIC)

ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના 6 મહાનગરો અને 11 જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે 88 પૈકી 49 કેસ છે. જેમા ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે. રાજ્યમાં હાલમાં 18,852 નાગરિકોને ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *