saif ali khan attack: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના(saif ali khan attack) ઘરે અડધી રાત્રે અજાણ્યા ઈસમે ઘુસી તેની પર હુમલો કરી દીધો છે. આ હુમલા મા તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. હોસ્પિટલ પ્રશાસનને આપેલા એક નિવેદન મુજબ હાલમાં તે ખતરાથી બહાર છે.
મુંબઈમાં બાંદ્રા સ્થિત તેના ઘરે ગુરુવારે લગભગ રાતના બે વાગ્યે અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસી ગયો અને તેની પર ચાકુથી હુમલો કર્યો હતો. જેના બાદ ઘાયલ હાલતમાં તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની સર્જરી કરવામાં આવી રહી છે. બાંદ્રા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેની બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે હુમલો કરી આ ચોર ત્યાંથી ભાગી ગયો હતો અને કોઈના હાથે પણ ન લાગ્યો હતો.
પોલીસે શું કહ્યું?
પ્રાથમિક માહિતી આપતા ડીસીપી દીક્ષિતના જણાવ્યા અનુસાર સેફઅલી ખાનના 11 માં માળે આવેલા ફ્લેટમાં ચોર ઘુસ્યો, પહેલા નોકરાણી સાથે બોલાચાલી થઈ ત્યારબાદ સેફ અલીખાન આવતા તેની સાથે મારા મારી થઈ અને ચોરએ સૈફ અલી ખાન પર વાર કર્યો અને તેને છ જગ્યાએ ઇજા પહોંચી છે. સેફ અલી ખાનના ઘરે નોકરી કરતા ત્રણ લોકોને પૂછપરછ માટે તેમને અટકાયતમાં લીધા છે.
સેફ અલી ખાનના ગળાના ભાગે પણ ઘા મારવામાં આવ્યો હતો, જેની અઢી કલાક સુધી સર્જરી ચાલી હતી. લીલાવતી હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા અનુસાર સેફ અલી ખાનની ન્યુરો સર્જરી થઈ ચૂકી છે. એક કલાકમાં રિપોર્ટ આવશે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર સેફલી ખાનની ગરદન પર 10 cm નો ઘા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સેફ અલી ખાનના ઘરે સીસીટીવી ફૂટેજ લેવા પહોંચી ચૂકી છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ સાત ટીમો બનાવી છે. જે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરશે.
સીસીટીવી દ્વારા હુમલાખોરની શોધખોળ
પોલીસ સીસીટીવી તપાસ કરી રહી છે. સેફ અલી ખાનના ઘરે કામ કરનાર ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરવામાં આવ્યા બાદ તેઓને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. ડીસીપીએ જણાવ્યું હતું કે એક અજાણ્યો વ્યક્તિ સેફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો, ત્યારબાદ બંને વચ્ચે મારપીટ થઈ. આ ઝઘડામાં સૈફ ઘાયલ થઈ ગયો. હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા વચ્ચે હુમલાખોર સેફઅલી ખાનના ઘરમાં ઘુસી કેવી રીતે ગયો. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App