નાવિક પરિવારની સફળતાની ચારેકોર ચર્ચા: મહાકુંભમાં 45 દિવસમાં જ કરી 30 કરોડની કમાણી

Mahakumbh Earning: પ્રયાગરાજમાં યોજાયેલા ભવ્ય મહાકુંભ દરમિયાન લોકોને ખૂબ મોટી રોજગારી મળી છે. અહીં એક નાવિક પરિવારે આ 45 દિવસના મહાકુંભમાં 30 કરોડ રૂપિયાથી (Mahakumbh Earning) વધુની કમાણી કરી લીધી છે. આ પરિવાર પાસે કુલ 130 બોટ છે અને દરેક બોટમાંથી તેઓ દરરોજ લગભગ 50 થી 52 હજાર રૂપિયા કમાય છે. આ વાત ખુદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાના બજેટ સત્રમાં કહી છે. અગાઉ, સમાજવાદી પાર્ટીએ ખલાસીઓના શોષણનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ડેટા જાહેર કર્યો છે.

મહાકુંભમાં 30 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી
ગૃહમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે પ્રયાગરાજમાં એક નાવિક પરિવાર છે અને આ પરિવાર પાસે કુલ 130 બોટ છે. આ પરિવારે 45 દિવસના મહાકુંભમાં 30 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી છે. તેમણે જણાવ્યું કે આ પરિવારે દરેક બોટમાંથી દરરોજ 50 થી 52 હજાર રૂપિયા કમાયા છે. આ રીતે, આ પરિવારે 45 દિવસના મહાકુંભ દરમિયાન હોડીમાંથી 23 લાખ રૂપિયાની કમાણી કરી છે.

સંગમ સ્નાનના નામે છેતરપિંડીના આરોપો લાગ્યા હતા
એવું કહેવાય છે કે અહીંના દરેક નાવિકે 45 દિવસના મહાકુંભ દરમિયાન ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાની કમાણી કરી છે. જોકે, કોઈ નાવિક કેમેરા સામે બોલવા તૈયાર નહોતો. તમને જણાવી દઈએ કે મહાકુંભ મેલા પ્રશાસને મહાકુંભ દરમિયાન બોટ સવારી માટે ભાડું નક્કી કર્યું હતું. જોકે, અહીં એક પણ નાવિકે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાડા પર બોટ ચલાવી ન હતી. આરોપો એવા પણ લાગ્યા હતા કે નાવિકો સંગમમાં સ્નાન કરવા માટે દરેક મુસાફર પાસેથી 2,000થી 10,000 રૂપિયા સુધી વસૂલતા હતા.

7500 કરોડના ખર્ચે મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું હતું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં જણાવ્યું હતું કે મહાકુંભના આયોજનમાં લગભગ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ખર્ચ મહાકુંભના આયોજનથી લઈને પ્રાચીન શહેર પ્રયાગરાજના ટકાઉ વિકાસ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા સુધી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે મહાકુંભના બહાને, પ્રયાગરાજમાં અહીં વધુ સારી માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવી છે. 200થી વધુ રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા, 14 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા, 9 અંડરપાસ બનાવવામાં આવ્યા અને 12 કોરિડોર પણ બનાવવામાં આવ્યા. આટલો બધો ખર્ચ કર્યા પછી, અહીં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે.