સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. કષ્ટભંજન દેવનું આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અહીં સેકંડો લોકો આવે છે. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે.
આ મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદએ કરી હતી. દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવવા અને શ્રીફળ ચડાવવા આવે છે .સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર તમામ ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રી હનુમાનજી મહારાજની એકમાત્ર એવી મૂર્તિ છે કે, તેઓ હંમેશા હસતા હોય તેવો ભાસ થાય છે.
ત્યારે આજે હનુમાનજી મહારાજને એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. સફેદ પીછા, પર્પલ ફૂલ અને ઘારી નો શણગાર કરવામાં આવ્યો છે. ખરેખર આજે અદભુત દર્શનો લાવો આપવામાં આવ્યો છે. સફેદ પીછા પીછાની વચ્ચે હનુમાનજી મહારાજ શોભી રહ્યા છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરમાં વારની આરતી બાદ ભાવિક ભક્તોની ભીડ દર્શન માટે જમા થઈ ગઈ હતી. સેકડો હરિભક્તોએ આ દર્શન લાભ મેળવ્યો હતો. આ મંદિરમાં હનુમાનજીને દરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે.
કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આ મંદિર આવે છે. અહી ભક્તોના દુઃખ દર્શના માત્રથી જ દુર થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.