રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા વચ્ચે ચાલી રહ્યાં છે મનમુટાવ? શેર કરી ચર્ચા જગાવે તેવી પોસ્ટ, પરેશાની છલકી

Parineeti Chopra Cryptic Post: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની પોસ્ટથી તે દર્શકોના દિલ જીત છે, જો કે હાલમાં પરિણીતીએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના 10 મહિના બાદ તેમના લગ્નજીવનમાં પણ કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ?  ગતવર્ષે 24 સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ(Parineeti Chopra Cryptic Post) AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા.

પરિણીતી ચોપરાની ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ થઈ રહી છે
પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પરિણીતી ચોપરા બોટ પર સવાર થઈને પોતાના જ વિચારોમાં ખોવાયેલી જોવા મળે છે. પરિણીતીએ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું – ‘આ મહિને, મેં મારા જીવન પર વિચાર કરવા માટે થોડો સમય થોભાવ્યો છે અને તેણે મારા વિશ્વાસને પુનરાવર્તિત કર્યો છે: માનસિકતા એ બધું છે. બિનજરૂરી વસ્તુઓ (અથવા લોકો)ને મહત્વ ન આપો.

એક સેકન્ડ પણ બગાડો નહીં. જીવન એક ધબકતી ઘડિયાળ છે. દરેક ક્ષણ તમારી પસંદગીની હોવી જોઈએ… અન્ય માટે જીવવાનું બંધ કરો! તમારી આદિજાતિ શોધો અને તમારા જીવનમાંથી ઝેર જેવા લોકોને દૂર કરવામાં ડરશો નહીં. દુનિયા શું વિચારે છે તેની કાળજી લેવાનું બંધ કરો. પરિસ્થિતિઓમાં તમે જે રીતે પ્રતિક્રિયા આપો છો તે બદલો. જીવન સીમિત છે. અત્યારે આ જ થઈ રહ્યું છે. તમે જે રીતે જીવવા માંગો છો તે રીતે જીવો.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

પરિણીતી ચોપરાના ચાહકો ટેન્શનમાં છે
પરિણીતી ચોપરા વીડિયોની લેટેસ્ટ ક્રિપ્ટિક પોસ્ટ અને વીડિયોએ ચાહકોને ટેન્શનમાં મૂકી દીધા છે. અભિનેત્રીના ચાહકો તેની પોસ્ટ પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. પરિણીતી ચોપરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી તાજેતરમાં જ દિલજીત દોસાંઝ સાથે ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળી હતી, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ‘અમર સિંહ ચમકીલા’ પહેલા પરિણીતી ચોપરાએ અક્ષય કુમાર સાથે ‘મિશન રાનીગંજ’માં કામ કર્યું હતું.