સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી. આ સાથે જ પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
View this post on Instagram
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગીચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.પોલીસે સ્થળ પરથીકુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાવી છે.
પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર તથા 36,500ના 4 મોબાઈલ ફોન, તેમજ લાઈટ બીલ મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાવી છે. પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App