રાજકોટ થયું જળમગ્ન: પાણીમાં ધસમસતા પ્રવાહમાં ચાર કાર તણાઈ, બે લોકો થયા લાપતા- જુઓ ખૌફનાક LIVE વિડીયો

રાજકોટ: રાજકોટ(Rajkot) શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ (Rajkot district heavy rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયારે બીજી બાજુ અનેક જળાશયો ઓવરફ્લો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જેટલી જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહને કારણે ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં એક જ્યારે કે રાજકોટ જિલ્લામાં ત્રણ જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહની અંદર કાર ફસાઇ (Car washed away in water) હોવાની ઘટનાઓ સામે આવી છે. જયારે આ ઘટનામાં શામેલ બે લોકો લાપતા છે.

રાજકોટ જિલ્લામાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ (Chhapara village) નજીક એક કાર પાણીના ધસમસતા વહેણમાં તણાઈ હોવાના ખૌફનાક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે પાણી ભરાતા હાલ કાર તણાઈ રહી હોઈ તે પ્રકારનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધસમસતા વહેણમાં તણાઈ રહેલી કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. ત્રણ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે. જ્યારે કે કારની અંદર રહેલા અન્ય બે વ્યક્તિઓ લાપતા છે અને હાલમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ (RMC fire department) દ્વારા હાલ લાપતા થયેલા બે લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, કારમાં સવાર 3 લોકો રહેલા લોકો પેલિકન ફેકટરીમાં જઈ રહ્યા હતા. કલાકો બાદ પણ બે વ્યક્તિઓની કોઈ ભાળ નથી મળી રહી પરંતુ હાલમાં તેની શોધખોળ શરુ છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. જેને લીધે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે (Nagar Pipaliya village) વીજુડી ડેમ અંતર્ગત આવેલા ચેકડેમના પુલ પરથી જઈ રહેલી ઇકો કાર તણાઈ હોવાના ખૌફનાક દૃશ્યો સામે આવ્યા છે. વાડી વિસ્તારમાં કામ માટે જઈ રહેલા ઇકો કાર ચાલકની કાર ફસાઈ હોવાના ખતરનાક દૃશ્યો સામે આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

જયારે કાર તણાઈ જવાની ત્રીજી ઘટના રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામે (Kagdadi village) ઘટી હોવાનું સામે આવ્યું છે. કાગદડી ગામે પાણીના વહી રહેલા જોરદાર પ્રવાહની વચ્ચે કારચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત પાણીના વહી રહેલા ધસમસતા પ્રવાહની વચ્ચે સેન્ટ્રો કાર ફસાઈ જતા કારચાલકે કારને ત્યાં જ મુકીને જવું પડ્યું હતું.

જ્યારે કે ચોથી ઘટના રાજકોટ શહેરના હરિધવા રોડ પર બની હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક સફેદ કલરની કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈને રિવર્સ આવી રહી હોય તે પ્રકારના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *