દાન કરવાની ઉમદા ભાવનાને લઈ સુરતના પ્રખ્યાત બીઝનેસમેન સવજીભાઇ ધોળકિયાને તો દેશ-વિદેશના લોકો ઓળખે છે. તેઓએ થોડા વર્ષો પહેલા રત્નકલાકારોને કાર તથા ફ્લેટ ભેટમાં આપીને લાઇમલાઇટમાં આવ્યા હતા. તેમણે હરિક્રિષ્ના જેમ્સના કારીગરોને દિવાળી બેનસ પેટે કાર તેમજ ફ્લેટ આપ્યાં હતાં.
સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા વિમેન્સ હોકી ટીમના ખેલાડીને કાર તેમજ ઘર આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત વાઇરલ કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડેલ જીતે તો તમામ ખેલાડીને ઘર લેવા માટે 11 લાખ તેમજ કાર લેવા 5 લાખ ઇનામ આપવામાં આવશે.
ભારતીય મહિલા હોકી ટીમને બિરદાવવા માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ટીમ મેડલ જીતશે તો ટીમના તમામ ખેલાડીને કાર તથા ઘર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, જો મહિલા હોકી ખેલાડીઓ મેડલ જીતે તો ખેલાડીઓને ઘર લેવા માટે 11 લાખ રૂપિયા આની સાથે જ 5 લાખ રૂપિયાની કાર ભેટમાં આપવામાં આવશે.
આમ, તેમણે મહિલા હોકી ટીમને પ્રોત્સાહન તથા મહિલા સશક્તિકરણ માટે જાહેરાત કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચી દીધો છે. સૌપ્રથમવાર ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ખેલાડીઓનાં જુસ્સો વધારો થાય તે માટે સવજીભાઇ પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતીય મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇતિહાસમાં સૌપ્રથમવખત આપણી ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. હરિક્રિષ્ના એક્સપોર્ટના સુત્રોનું જણાવવું છે કે, ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂ ઘરમાં જમીન પર બેસીને ભોજન કરે છે.
ભારતના ઓલિમ્પિક ખેલાડીઓની હાલત ખુબ દયનીય છે, જેથી આપણે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેની માટે મદદ કરવી જોઇએ. જેથી, સવજીભાઇ દ્વારા વિમેન્સ હોકી ખેલાડીઓને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.