મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમે કર્યા પાસ- કોંગ્રેસને લાગ્યો જટકો

સુપ્રિમ કોર્ટે ગુજરાત રાજ્યના વિધાનસભાની મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણીને રદ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. હવે ભુપેન્દ્ર ચુડાસમાને મંત્રી પદ અને ધારાસભ્ય પદ ગુમાવવાનો વારો નહી આવે.

ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી.

જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી. જેનો ચુકાદો હાઇકોર્ટે ચુંટણી રદ્દ કરતો ચુકાદો આપ્યો હતો જેને ચુડાસમા દ્વારા સુપ્રીમ માં પડકારવામાં આવ્યો હતો,

સુપ્રીમમાં કોંગ્રેસ વતી કપિલ સિબ્બલ કેસ લડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *