આજે 60 રૂપિયાના શેરની તોતિંગ છલાંગ; રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન, તમારી પાસે તો નથી પડાને આ શેર….

Schneider Electric Infrastructure: આજે શેર બજારમાં રોકણકારોને ઈલેક્ટ્રિક કંપનીના શેર શાનદાર રિટર્ન આપ્યું છે.હેવી ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્લેયર શ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોએ પોતાના રોકાણકારોને…

Schneider Electric Infrastructure: આજે શેર બજારમાં રોકણકારોને ઈલેક્ટ્રિક કંપનીના શેર શાનદાર રિટર્ન આપ્યું છે.હેવી ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્લેયર શ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોએ પોતાના રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર (Schneider Electric Infrastructure) એક વર્ષ પહેલા 175 ટકા શેરના ભાવ પર હતા જે વર્તમાનમાં વધીને 747 પર પહોંચી ચુક્યા છે. એટલે કે રોકાણકારોને 327 ટકા રિટર્ન આપવામાં આવી રહ્યું છે. તેનો મતલબ છે કે જો આખા વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોય તો આજે તે 4.3 લાખ થઈ ગયું હોત.

સતત આપી રહ્યું રિટર્ન
મળતી માહિતી અનુસાર, પાછલા ચાર વર્ષથી સ્ટોક સતત શાનદાર રિટર્ન આપી રહ્યું છે. ફક્ત આ વર્ષ 2024માં અત્યાર સુધી આ સ્ટોક ચાર મહિનાથી પણ ઓછા સમયમાં 83 ટકા જેટલો ચડી ગયો છે. તેણે ગયા વર્ષે 149 ટકા અને તેના પહેલાના વર્ષમાં 56 ટકાનું જ રિટર્ન આપ્યું હતું. જ્યારે CY21 અને CY20માં ક્રમશઃ 25 ટકા અને 27.5 ટકાનું રિટર્ન મળ્યું છે. 2019માં આ શેર 60.60 પર હતો અને વર્તમાન પ્રાઈઝના હિસાબથી તેમાં 1140 ટકાની તેજી નોંધાઈ છે.

કંપની શું કામ કરે છે.
શ્નાઈડર ઈલેક્ટ્રિક એક ભારત-આધારિત વિજળી ડિસ્ટ્રિબ્યૂટર કંપની છે. આ વિજળી ડિસ્ટ્રિબ્યૂટર માટે હાઈ પ્રોડક્ટ્સ અને પ્રણાલીઓ, જેવી કે વિતરણ ટ્રાન્સફોર્મર, મધ્ય વોલ્ટેજ સ્વિચગિયર, સુરક્ષા રિલ અને વિજળી વિતરણ અને સ્વચાલન ઉપકરણનું નિર્માણ, ડિઝાઈન, નિર્માણ અને સેવા કરે છે. વિજળી વિતરણ ક્ષેત્રમાં સુધારા હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સંશોધિત નાણાકીય પ્રણાલી યોજનાથી કંપનીને ખૂબ જ વધારે ફાયદો થશે.