કળયુગી ગુરુએ શિષ્યાને ક્યાયની ન છોડી! શાળાના પ્રિન્સિપાલે સગીરા સાથે આચર્યું પાપકર્મ- હવસ સંતોષવા ઓફિસના દરવાજા બંધ કરી ને…

school principal in Ankleshwar molested a student: ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતો વધુ એક કિસ્સો અંકલેશ્વર તાલુકામાં આવેલી એક સરકારી શાળા માંથી સામેં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રના આરંભે ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લંપટ આચાર્યેએ શારીરિક અડપલાં(school principal in Ankleshwar molested a student) કર્યા હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. છેલ્લા 2 દિવસથી 13 વર્ષની દીકરી શાળાએ નહોતી જતી અને આ વાતને લઈને તેની માતાએ જયારે દીકરીને સ્કૂલે ન જવાનું કારણ પૂછ્યું ત્યારે દીકરીએ રડતા રડતા આખરે માતાને આપવીતી જણાવી હતી. તેને લઈને માતા સ્તબ્ધ બની ગઈ હતી.

મળેલી માહિતી અનુસાર સરકારી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર પરમાર પર ચોંકાવનારા આરોપ છે. આચાર્ય તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર પરમારએ ધોરણ 8મા અભ્યાસ કરતી દીકરીની છેડતી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ સ્કૂલ દરમિયાન શાળાના આચાર્યએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને માસુમ દીકરીને બોલાવી હતી.

બાળકીને બોલાવ્યા બાદ ત્યાં તેની એકલતાનો લાભ લઇ શારીરિક અડપલા કર્યા હતા અને આ ઘટનાથી બાળકી ખુબજ ગભરાઇ ગઈ હતી. ત્યાંય બાદ બાળકીએ આચાર્યથી માંડ-માંડ છૂટી અને ઓફિસની બહાર ભાગી આવી હતી. તે બાદ તે હેવાન આચાર્યથી ડરીને શાળાએ જવા ન માંગતી હતી. બે દિવસ શાળાએ નહી જતા માતા-પિતાએ બાળકીની પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે.

પરિવારજનોને ઘટનાની જાણ થતા તરતજ પોલીસ મથકે દોડી ગયા હતા અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તરતજ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતુત, પોલીસ ફરિયાદ થતા પોતાની શાળાના ધજાગરા અને નોકરી માં પણ લટકતી તલવારને ભૂગર્ભમાં ઉત્તરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *