ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ દરરોજ વધી રહ્યા છે તેમ છતાં સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. અગાઉ કન્ટેન્મેન્ટ વિસ્તાર થી દૂરના ગામડા અને નાના શહેરોમાં ઓગસ્ટ મહિનામાં ફરીથી સ્કૂલ શરૂ કરવાની યોજના સરકારે ઘડી હતી. જોકે હવે કોરોના વાયરસનું સંક્રમણ મોટા શહેરોમાંથી નાના શહેરો અને વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે.
ત્યારે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર દિવાળી પછી શાળા ખોલવાનો પ્રસ્તાવ મુકી શકે છે.આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારોમાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલો ચાલુ કરવાની વિચારણા કરી રહ્યો હતો પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતાં તે શક્ય લાગી રહ્યું નથી. ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા વધીને ૪૩ હજારને પાર થઇ ગઇ છે. દરેક જિલ્લામાં કોરોના ના કેસ જોવા મળી રહ્યા છે અને તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે શાળાઓ દિવાળી સુધી નહીં ખૂલે.
એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ કનેકટીવિટી નબળી છે અને મોબાઈલ જેવાં સાધનો અપૂરતા છે ત્યારે સરકાર ડિસ્ટન્સ લર્નિંગ ના માધ્યમો પૂરા પાડવાની વિચારણા કરી રહી છે.
ઓલ ગુજરાત પેરેન્ટસ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ ને આવકાર્યો છે. તેમણે કહ્યું કે ૧.૨૫ કરોડ વિદ્યાર્થીઓ છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે વધારે જરૂરી છે.સરકારે આ વર્ષને બાદ કરતા ધોરણ 10 12 સિવાયના એક પણ ધોરણની પરીક્ષા ન લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news