અફીણનો ઉપયોગ હંમેશા નશો કરવા માટે થતો નથી. તેનાથી તબીબી લાભ પણ થાય છે. તેથી, તેનો વપરાશ ઘણા દેશોમાં કાયદેસર રીતે માન્ય છે. એક નવા અધ્યયનએ આનો ખુલાસો કર્યો છે.અફીણમાં રસાયણો હોય છે જે અલ્ઝાઇમર, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને આઘાતજનક મગજની ઈજા જેવી સમસ્યાઓથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.
ઝેલીરા થેરાપ્યુટિક્સ નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ શણના નાના કેપ્સ્યુલ્સ બનાવ્યા છે. આ કેપ્સ્યુલ્સમાં કેનાબીનોઇડ્સ શામેલ છે.કર્ટિન યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને કર્ટિન હેલ્થ ઇનોવેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક રયુ ટાકેચીએ જણાવ્યું હતું. કે ખુબજ લાભ દાયક છે.
રયૂ તાકેચીએ જણાવ્યું હતું કે,અમે તેની શોષણ ક્ષમતા વધારી છે. મગજ પર પણ તેની અસર તીવ્ર બનાવી છે.અમે આના ખૂબ નાના કેપ્સ્યુલ્સ બનાવ્યાં છે, જેમાં નેચરલ પિત્ત એસિડ પણ ઉમેરવામાં આવ્યો છે. એટલે કે, આ કેપ્સ્યુલ શરીરમાં પ્રવેશતા જ ઝડપથી ઓગળી જાય છે.
ઉંદરો પર તેનો ઉપયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો છે. હવે રિયુ તાકેચી તેની ક્લિનિકલ ટ્રાયલ માણસો પર કરવા માંગે છે.જેથી તેની અસર જાણી શકાય. ગિરીલા થેરાપ્યુટિક્સ ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ ઓલેરે ઓડુમોસુએ જણાવ્યું હતું કે રયુ સાથે કામ કરવાથી ખૂબ સારા પરિણામ મળ્યા છે.
અફીણ બનાવેલી દવા એચ.આય.વી ,એઇડ્સથી પીડિત લોકોની ભૂખને સમાપ્ત કરતી નથી. ક્રોનિક પેઇન અને મસલ્સની ખેંચાણનો ઇલાજ કરવા માટે ઉપયોગી છે.ડિપ્રેસન, તાણ, ધ્યાનની ખામી હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ટૌરેટ સિન્ડ્રોમ, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અથવા સાઇકોસિસવાળા લોકો માટે ખુબજ ઉપયોગી છે.
જો કે, અફીણ ઉપયોગથી અથવા તેમાંથી બનાવેલી દવા સાથે કેટલીક આડઅસરો પણ છે. ઉદાહરણ તરીકે, સુસ્ત લાગણી, થાક અથવા આભાસની લાગણી. પરંતુ ફક્ત થોડા સમય માટે જ હોય છે.તે લાંબા ગાળે તેનાથી શું નુકસાન કરે છે તે અંગે હજી સુધી કોઈ કેસ સામે આવ્યું નથી.
તેમ છતાં, વિશ્વભરના તબિબિઅઓ તેના લાંબા ગાળાના નુકસાનનો અભ્યાસ કરી રહ્યા છે.આમાં, મનુષ્યનું મન વધુ ગંભીર અને કેન્દ્રિત છે. તાણ ધરાવતા લોકોને આ તબક્કા માટે દવા આપવામાં આવે છે.