4000 કરોડ રુપિયાનો છે સિંધિયાનો મહેલ, છત પર જડાયું છે સોનું અને 3500 kgના ઝુમ્મર – જુઓ ભવ્ય તસવીરો

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. ત્યાં બીજી તરફ મધ્ય પ્રદેશમાં આજે જ્યોતિરાદિત્ય સિંધિયા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પરંતુ શું તમને ખબર છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા કરોડોની સંપત્તિના માલિક છે. લોકસભામાં ગુના સીટ પરથી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનીતિ ઉપરાંત શૂટિંગ, ક્રિકેટ, આર્ચરી અને કાર રેસિંગનો પણ શોખ ધરાવે છે. 2014 માં લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપેલી ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે 32 કરોડ 64 લાખ 18 હજાર 4 સો 12 રૂપિયાની સંપત્તિ છે.

દુનિયાની 50 સૌથી ખૂબસુરત મહિલાઓમાં શામેલ છે તેમની પત્ની

મળતી માહિતી પ્રમાણે, જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન 12 ડિસેમ્બર 1994 ના રોજ બરોડાના ગાયકવાડ પરિવારની પ્રિન્સેસ પ્રિયદર્શિની રાજે સાથે થયા હતા. પ્રિયદર્શની દુનિયાની સૌથી ખૂબસુરત 50 મહિલાઓના લિસ્ટમાં જગ્યા બનાવી ચૂકી છે. પ્રિયદર્શની બરોડાના ગાયકવાડ પરિવારની રાજકુમારી છે. બંનેનો એક પુત્ર મહાઆર્યમન છે અને એક પુત્રી અનન્યા રાજે છે.

પિતાના નિધન પછી આવ્યા રાજનીતિમાં

રાજશાહીપરિવાર અને રાજનૈતિક પરિવારમાંથી હોવાના કારણે જ્યોતિરાદિત્ય નાનપણથી રાજનીતિને સમજતા રહ્યા છે. તેમના પિતા માધવરાવ સિંધિયાના અવસાન પછી તેઓ રાજનીતિમાં આવ્યા. 30 સપ્ટેમ્બર 2001મા વિમાન દુર્ઘટનામાં માધવરાવ સિંધિયાનું નિધન થયું હતું. ફેબ્રુઆરી 2002મા ગુના સીટ પર પેટા ચૂંટણી જીતીને જ્યોતિરાદિત્ય લોકસભામાં પહોંચ્યા. 2004મા થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ આ સીટ પરથી જ ચૂંટાયા હતા.

400 રૂમનો ભવ્ય મહેલ

કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 28 ઓક્ટોબર 2012થી 25 મે 2014 જ્યોતિરાદિત્ય કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે. રાજપરિવાર સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમની સંપત્તિ અને જીવનશૈલી કોઈ સ્વપ્ન જેવી જ છે. તેઓ 400 રૂમમાં ભવ્ય શાહી મહેલમાં રહે છે.

1874માં યુરોપિયન શૈલીમાં તેમના મહેલનું નિર્માણ થયું હતું જેનું નામ જયવિલાસ પેલેસ છે. આ શાહી મહેલમાં હવે 40 રૂમમાં મ્યુઝિયમ છે. તેમના મહેલની સીલિંગ પર સોનું જડેલું છે. 400 રુમ વાળો આ મહેલ લગભગ 150 વર્ષ જૂનો છે. આ મહેલની વર્તમાન કિંમત લગભગ 4 હજાર કરોડ રુપિયાની આસપાસ છે.

દરબાર હોલમાં બે ભવ્ય ઝૂમર

જયવિલાસ પેલેસની ભવ્યતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેનો રોયલ દરબાર હોલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને 41 ફૂટ ઊંચો છે. તેની છત પર 140 વર્ષોથી 3500 કિલોના બે ઝૂમ્મર લટકી રહ્યા છે. આ ઝૂમ્મરોને બેલ્જિયમના કારીગરોએ બનાવ્યા હતા.

પેલેસના ડાઈનિંગ હોલમાં ચાંદીની ટ્રેન છે, જે ખાવાનું પીરસવાના કામમાં આવે છે. સિંધિયા પરિવારનો ભવ્ય મહેલ 1874માં બનીને તૈયાર થયો હતો. તે સમયે આ મહેલની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. હાલમાં આ મહેલની કિંમત 4000 કરોડથી પણ વધુ હોવાનું કહેવાય છે.

કહેવામાં આવે છે કે આ મહેલમાં ભારી-ભરખમ ઝૂમર લગાવવા પહેલા માઇકલ ફિલોસેએ મહેલની છત પર હાથીઓને ચઢાવીને જોયું હતું કે તે કેટલું વજન સહી શકે છે.

પિતાના પગલે આગળ વધી રહ્યા છે દીકરો-દીકરી

પિતાના પગલે આગળ વધી રહેલો જ્યોતિરાદિત્ય સિંધિયાનો દીકરા મહાઆર્યનને સ્કૂલિંગ દેહરાદૂનથી કર્યું છે. તે પછી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. મહાઆર્યનનો જન્મ 1995માં થયો હતો. દીકરી અન્યાનો જન્મ એપ્રિલ 2002માં થયો હતો. તે દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં ભણે છે. પિતાની જેમ અનન્યાને પણ હોર્સ રાઈડિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનો શોખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *