ચંદીગઢ (Chandigarh) માં એક વ્યક્તિએ સ્કૂટી ખરીદવા માટે કુલ 16.15 લાખ રૂપિયા ખર્ચ્યા. હવે તમે વિચારતા હશો કે આવી સ્કૂટી કયા વ્યક્તિએ ખરીદી છે, જેની કિંમત આટલી વધારે છે. વાસ્તવમાં વાત એ છે કે વ્યક્તિએ 71,000 રૂપિયામાં હોન્ડા એક્ટિવા ખરીદી હતી પરંતુ આ સ્કૂટીનો ફેન્સી નંબર મેળવવા માટે તેણે 15.44 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ રીતે આ સ્કૂટીની કિંમત 16.15 લાખ રૂપિયા થઇ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેન્સી નંબર પ્લેટ પર લાખો રૂપિયા ખર્ચનાર વ્યક્તિનું નામ બૃજ મોહન છે. તે સેક્ટર 23માં રહે છે અને એડવર્ટાઈઝીંગ પ્રોફેશનલ છે. તેણે CH01-CJ-0001 નંબર માટે આટલી મોટી રકમ ખર્ચી છે. મોહને કહ્યું છે કે, હાલમાં તે તેની તાજેતરમાં ખરીદેલી સ્કૂટી માટે આ નંબર પ્લેટનો ઉપયોગ કરશે. પરંતુ આખરે તેઓ તેનો ઉપયોગ તેમની કાર માટે કરશે.
જાણો કયો નંબર કયા દરે વેચાયો?
ફેન્સી નંબરની હરાજી દરમિયાન, CH01-CJ-0001 સૌથી વધુ 15.44 લાખ રૂપિયામાં વેચાયો હતો જ્યારે તેની અનામત કિંમત માત્ર 50,000 રૂપિયા હતી. તે જ સમયે, નંબર CH-01-CJ-002 5.4 લાખ રૂપિયામાં વેચાયો હતો. CH-01- CJ-007 ની 4.4 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી જ્યારે CH-01- CJ-003 નંબરની 4.2 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
શું છે VIP નંબર?
રાજ્ય પરિવહન ઓથોરેટી દરેક શ્રેણીમાં 0001 અને 9999 વચ્ચેના ઘણા નંબરોને VIP નંબર તરીકે ચિહ્નિત કરે છે. આ નંબરો સામાન્ય નોંધણી પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ થતા નથી. પરિવહન ઓથોરેટી ઉપલબ્ધ તમામ VIP નંબરોની યાદી બહાર પાડે છે અને લોકો આ નંબરો માટે બિડ (હરાજી કરીને ખરીદી) કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.