ભર બપોરે આખલો ઉઠાવી ગયો સ્કુટી, વિશ્વાસ ના આવે તો જોઈ લો CCTV

Rishikesh bulls take away bike: ઉતરાખંડમાં ઋષિકેશની શેરીઓમાં એક વિચિત્ર ઘટના બની હતી. જ્યાં એક આખલો ઊભેલી સ્કુટીમાં પોતાના શીંગડા ફસાવી રોડ પર (Rishikesh bulls take away bike) દોડતો દેખાયો હતો. હેરાન કરનારી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે સાંઢ અચાનક પાર્કિંગ કરેલી સ્કૂટીને ઉઠાવે છે અને તેને ધક્કો મારતો રોડ પર લઇ આવે છે. આ દ્રશ્ય એટલું અનોખું હતું કે જે કોઈએ પણ જોયું તે દંગ રહી ગયા હતા. જો કે જોઈને એવું પણ લાગે છે કે તેના શીંગડા સ્કુટીમાં ફસાઈ ગયા છે.

ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈ હેરાનની સાથે ભાતભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે રોડ પર ફરતા આવા પશુઓ પર નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સાંઢ રસ્તા પર ઊભેલી એક સ્કુટી પર ચડી જાય છે અને તેના આગળના બંને પગ અને શિંગડા તેમાં ફસાઈ જાય છે. સ્કુટીના ટાયર ફ્રી હતા અને તે ઝડપથી આગળ તરફ વધવા લાગે છે. સાથે સાથે સાંઢ પણ પાછળ બે પગ ઉપર પોતાની મેળે જ ભાગવા લાગે છે. થોડું આગળ જઈને સ્કુટી રેલિંગ સાથે ટકરાઈને પડી જાય છે અને સાંઢ તેમાંથી બહાર નીકળે છે.

આ વીડિયોને શેર કરી લોકો એકથી એક મજાકિયા કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે સાંઢને સ્કુટી ચલાવી હતી એટલા માટે આવું કર્યું. બીજો એક વ્યક્તિ કહે છે કે સાંઢને થોડી ઉતાવળ હતી એટલા માટે તે સ્કુટી લઈને નીકળી પડ્યો. એક અન્ય વ્યક્તિ એ તો અલગ જ કહ્યું આના પર પોલીસ ફરિયાદ કરો સાંઢે મારી સ્કુટી ચોરી લીધી છે.