હજુ તો કોલકાતા રેપ કેસ શરુ છે ત્યાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સિક્રેટ કેમેરા મળી આવતાં ખળભળાટ, જાણો સમગ્ર ઘટના

Andhra College Hidden Camera: એક તો હજુ કોલકાતા કેસમાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં હવે આંધ્રપ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનાં વોશરૂમમાં હાઇડ કેમેરા લગાવવામાં આવ્યા હતા, તેમજ આ કેમેરામાં રેકોર્ડ થયેલા વીડિયો કરીને વેચવાના સમાચારે ખળભળાટ(Andhra College HiddenCamera) મચાવી દીધો છે. મામલો એ છે કે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એસઆર ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં ઈન્ટેલિજન્સ કેમેરા મળ્યા બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે.

આ વીડિયોમાંથી ઘણા ફૂટેજ અન્ય વિદ્યાર્થીઓને વેચ્યા હોવાની શંકા
વિરોધ સાથે જોડાયેલા વીડિયોમાં ગર્લ્સ હોસ્ટેલમાં હાજર અનેક વિદ્યાર્થીઓ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવતા જોવા મળે છે. વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીઓએ અધિકારીઓને આરોપીઓ સામે કાર્યવાહી કરવા અને કોલેજમાં તેમની સુરક્ષાની ખાતરી આપવાની માંગ કરી છે.

ત્યારે આ અંગે આંધ્રપ્રદેશ પોલીસે કહ્યું છે કે તેઓએ આ કેસમાં આરોપીની ઓળખ વિજય તરીકે કરી છે, જે આ કોલેજનો વિદ્યાર્થી હતો. વિજયનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું અને લગભગ 300 અશ્લીલ વિડિયો મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે તેણે આ વીડિયોમાંથી ઘણા ફૂટેજ અન્ય વિદ્યાર્થીઓને વેચ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી વિજયની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે જાણી શકાયું નથી.

મહિલાઓની સુરક્ષાને લઈને નવા સવાલો ઉભા થયા
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે અને આ કેસમાં સતત તપાસ ચાલી રહી છે. તે જ સમયે, દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓ અને પુરુષો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ નવા કિસ્સાએ મહિલાઓની સુરક્ષાને લઈને નવા સવાલો ઉભા કર્યા છે.