નવી દિલ્હી(New Delhi): રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ(Ajit Doval)ની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. આજે સવારે એક વ્યક્તિએ કાર લઈને ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને યોગ્ય સમયે પકડી લીધો હતો. હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
‘મારા શરીરમાં ચિપ છે’ : આરોપી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલો વ્યક્તિ બડબડાટ કરી રહ્યો હતો કે તેના શરીરને ચીપ કરવામાં આવી હતી અને તેને દૂરથી નિયંત્રિત કરવામાં આવી રહી હતી. જોકે, તપાસમાં તેના શરીરમાં કોઈ ચીપ મળી ન હતી. કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એન્ટી ટેરર યુનિટ તે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.
An unknown person tried to enter NSA Ajit Doval’s residence. He was stopped by security forces & detained. Further investigations underway: Delhi Police Sources pic.twitter.com/XDljjCxuwM
— ANI (@ANI) February 16, 2022
આતંકવાદીઓના નિશાના પર છે અજિત ડોભાલ
અજિત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે, તેઓ પાકિસ્તાન અને ચીનની નજરનો ચકડોળ બનીને રહે છે. ડોભાલ ઘણા આતંકવાદી સંગઠનોના નિશાના પર પણ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના એક આતંકી પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો મળ્યો હતો. આતંકવાદીએ આ વીડિયો તેના પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. આ પછી ડોભાલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
ભાડાની કારમાં આવ્યો હતો માણસ
અજીત ડોભાલ દિલ્હીના અત્યંત ઉચ્ચ સુરક્ષા વિસ્તાર લ્યુટિયન ઝોનમાં 5 જનપથ બંગલામાં રહે છે. ડોભાલના બંગલા પાસે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો બંગલો પણ છે. પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કયા ઈરાદાથી ઘરમાં ઘૂસવા માંગતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જે કારમાં હતો તે કાર તેણે ભાડે લીધી હતી.
સર્જિકલ સ્ટ્રાઈકનો માસ્ટર માઇન્ડ
2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી હતી. જે બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન્સે એલઓસી પાર કરીને બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.ડોભાલ વિશે એવું પણ પ્રસિદ્ધ છે કે, તે લગભગ 7 વર્ષથી પાકિસ્તાનમાં જાસૂસ હતો. આ સિવાય તેણે ઓપરેશન બ્લુ સ્ટાર અને બ્લુ થંડરમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.