જુઓ સુરતમાં કેવી રીતે સળગી ઉઠી પાર્ક થયેલી કાર

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડી પાસે કારમાં અચાનક આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. ફાયર વિભાગએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરુ કર્યો હતો.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડી પાસે કારમાં અચાનક આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાર્કિંગમાં પાર્ક કરેલી કાર માં આગ લાગતા અન્ય બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગયા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રસ્તા ઉપર ઉભેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. જેને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, સુરતમાંથી અવાર-નવાર આગની ઘટના સામે આવતી રહે છે. આજરોજ સુરતમાં આવી બીજી એક ઘટના બની હતી. જેમાં લાલગેટ નજીક અંબાજી રોડ પર એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં આવેલી મેડિકલની દુકાનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *