સુરત(Surat): શનિવાર અને રવિવાર હોવાને કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) પોતાના શહેર સુરતમાં પહોંચ્યા હતા. આ દરમિયાન શનિવારના રોજ રાત્રે તેઓ અડાજણ(Adajan) વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. ત્યારે પાલ ઉમરા બ્રિજ(Pal Umra Bridge) નજીક એક યુવતી નદીમાં મોતની છલાંગ લગાવવા માટે જઈ રહી હતી. તે સમય દરમિયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
હર્ષ સંઘવીએ દીકરીને 5 મિનિટ સુધી સમજાવી:
આ સમય દરમિયાન હર્ષ સંઘવીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ગૃહ રાજ્યમંત્રીએ ભીડ જોતા ગાડી રોકાવી દીધી હતી અને તેઓ ગાડીમાથી ઉતરી ટોળા નજીક ગયા હતા અને સમગ્ર ઘટના શું હતી તે અંગે તાગ મેળવ્યો હતો. તેમણે જાણવા મળ્યું કે, યુવતી આત્મહત્યા કરવા જઈ રહી છે, તો તેમણે યુવતીને ખુબજ સમજાવી હતી. પોતાના કાર્યક્રમની જરા પણ ચિંતા કર્યા વગર યુવતીનો જીવ બચાવવા માટે સમય ફાળવ્યો હતો. હર્ષ સંઘવીએ પાંચ મિનિટ સુધી તે યુવતીને સમજાવી હતી.
ગૃહમંત્રીએ સમજાવાતા અંતે યુવતી માની ગઈ:
ત્યારબાદ યુવતીને પોલીસ સ્ટેશન મોકલીને તેમની ફરિયાદ લેવા પણ બનતી તમામ મદદ કરાવી હતી. તેમણે બનતી મદદ કરવાની ખાતરી આપીને યુવતીને આત્મહત્યા ન કરવા માટે સતત 5 થી 7 મિનીટ સુધી સમજાવી હતી. જેના બાદ યુવતી માની ગઈ હતી. આમ એક રાજ્યના ગૃહમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ યુવતીને મદદ કરીને તેઓ આગળ પોતાના કાર્યક્રમ માટે નીકળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સંવેદનશીલતા માટે ખુબ જ પ્રખ્યાત છે. આપણે સૌ જાણીએ છીએ કે, તેઓ સતત લોકોની મદદે આવતા હોય છે, અને લોકોના પ્રશ્નોનું સમાધાન લાવતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.