રાજસ્થાન: સોમવારે સવારે બે ભાઈઓએ ઉદયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં એક બોક્સમાં ફસાયેલા કૂતરાને બચાવ્યો હતો. બંને યુવકોએ લગભગ 4 કિલોમીટર સુધી કૂતરાનો પીછો કર્યો હતો. ત્યારબાદ, પ્લાસ્ટિકના બોક્સમાં અટવાયેલા કૂતરાનું મોં બહાર કાઢવામાં આવ્યું હતું.
વાસ્તવમાં, શહેરના ચિત્રકૂટ નગર વિસ્તારમાં મંગીલાલ સુથાર તેના ભાઈ ભેરુલાલ સાથે મંદિરે જઈ રહ્યા હતા. ત્યારે તેને એક કૂતરો જોયો હતો. જેનું મોઢું પ્લાસ્ટિકની પેટીમાં અટવાઇ ગયું હતું. તેને કારણે તે ઘણું તડપી રહ્યું હતું. આ જોઈને બંને ભાઈઓ કૂતરાને મદદ કરવા આવ્યા હતા. મંગીલાલે કહ્યું હતું કે, કૂતરાને જોયા પછી તેણે મદદ કરવાનું વિચાર્યું હતું. તેની પાસે ગયા ત્યારે બોક્સ અટકી ગયું હોવાથી કૂતરો ડરથી ભાગી ગયો હતો. જ્યારે તેના મોં પર બોક્સ હતું ત્યારે તે ખુબ તડપી રહ્યો હતો. અમે બોક્સને પકડી તેને દૂર કરવાનું નક્કી કર્યું હતું. હું મારા ભાઈ સાથે કૂતરાની પાછળ દોડતો રહ્યો હતો. ચિત્રકુટ શહેરની વસાહતોમાંથી કૂતરો ભૈરવગઢની ટેકરીઓ પર પહોંચ્યો હતો. પણ અમે બંને ભાઈઓએ પણ હાર ન માની ન હતી.
અંતે 4 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ કૂતરો પકડાયો હતો. આ પછી મંગીલાલે કૂતરાનું મોં પકડ્યું અને બોક્સ બહાર ફેંકી દીધું હતું. જયારે તેણે તેને બોક્સમાંથી બહાર કાઢ્યો ત્યારે કૂતરો પણ જોરથી હાંફતો દુર ભાગ્યો હતો. માંગીલાલે કહ્યું હતું કે, કૂતરાના મોં પર બોક્સ અટકી ગયા પછી તેણે પહેલા એનિમલ એઇડને ફોન કરીને જાણ કરી હતી. પરંતુ તેણે કોઈ રસ દાખવ્યો ન હતો. આવી સ્થિતિમાં તેમણે પોતે કૂતરાને બચાવીને બોક્સમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.