ટેકનોલોજીયા! આ લોકોના જુગાડ જોઈને સમગ્ર એન્જિનિયર સમાજમાં ડરનો માહોલ

Technologia viral video: સોશિયલ મીડિયા પર છાશવારે તમે ઘણા વિડિયો જોયા જ હશે, એવામાં એક અરબી વ્યક્તિ કારમાં બેસે છે અને સીટ પોતાની મેળે જ બહાર નીકળે છે અને અંદર જતા જોઈ કહેવા લાગે છે ટેકનોલોજીયા… ટેકનોલોજીયા…, જ્યારથી આ મીમ (Technologia viral video) વાયરલ થયું છે, ત્યારથી લોકો અજીબો ગરીબ જુગારના વિડીયો પર આજ ઓડિયો લગાવી પોસ્ટ કરી રહ્યા છે. હાલમાં જ એક વ્યક્તિએ બાથરૂમમાં શાવરને લઈને ગજબનો જુગાડ જોઈ લાગ્યું કે અમે પણ આ વિડીયો વિશે જણાવતા પહેલા એટલું જ કહેવું જોઈએ-ટેકનોલોજીયા… ટેકનોલોજીયા…, કારણ કે વ્યક્તિએ ગેસના ચૂલાને જ શાવર બનાવી દીધો હતો.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાલમાં જ શેર કરવામાં આવ્યો છે. જે ખૂબ મજેદાર લાગી રહ્યો છે. આ વિડીયોમાં ગેસના ચૂલાને જ વ્યક્તિએ શાવર બનાવી દીધો છે. તેણે શાવરની જગ્યાએ બાથરૂમની છત પર ચૂલો ફિક્સ કરી દીધો હતો. પાણીની પાઇપ તે ચૂલામાં લગાવેલી છે. પાઈપથી પાણી જઈ રહ્યું છે અને ચુલાની અંદર રહેલા કાણા દ્વારા શાવરની જેમ પાણી નીચે પડી રહ્યું છે.

શાવરની જગ્યાએ લગાડી દીધો ચૂલો
વ્યક્તિ બાથરૂમમાં નીચે બેસી મજાથી નાહી રહ્યો છે. વીડિયોને પોસ્ટ કરતાં યુઝરે લખ્યું કે આ ટેકનોલોજી ભારતથી બહાર ન જવી જોઈએ. બાથરૂમની છત પર ચુલાને ઉલટો કરી લગાડવામાં આવ્યો છે. નીચેથી પાઇપને નળ સાથે જોડી દેવામાં આવી છે. જેવું પાણી નીચે પડે છે, વ્યક્તિ નાહવા લાગે છે.

વિડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિએ કહ્યું કે આ ટેકનિક ભારત થી પહેલા જ જઈ ચૂકી છે. અન્ય એક વ્યક્તિ કહે છે કે દેશી જુગાડ. તો અન્ય એક વ્યક્તિ કહે છે કે ગજબનું ટેલેન્ટ છે યાર! અન્ય એક યુઝર લખે છે કે આ નીન્જા ટેકનીક છે.