GCS હોસ્પિટલ દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયો સેમિનાર

Seminar organized by GCS Hospital: GCS હોસ્પિટલ દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે ખાસ સેમિનાર(Seminar organized by GCS Hospital) યોજવામાં આવ્યો હતો. જેમાં…

Seminar organized by GCS Hospital: GCS હોસ્પિટલ દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે ખાસ સેમિનાર(Seminar organized by GCS Hospital) યોજવામાં આવ્યો હતો. જેમાં એક્સેલેન્ટ સ્કૂલ માંથી 150+ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

GCS હોસ્પિટલના નિષ્ણાત સાઈકાયટ્રિસ્ટ, ડો. આત્મન પરીખ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં હાલના બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવ દૂર કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને નિષ્ણાત સાઈકાયટ્રિસ્ટ દ્વારા સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું, માનસિક સ્વસ્થતા અને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

GCS હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, GCS હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *