ગઈકાલે એટલે કે, 11 જાન્યુઆરીએ મહાશિવરાત્રીનાં પાવન પવિત્ર પર એક સમાચાર રાજ્યના સુરત શહેરમાંથી સામે આવ્યા છે. શિવત્વને પામવાના પર્વ શિવરાત્રિની ઉજવણી સમગ્ર સુરત શહેરમાં રંગેચંગે થાય છે. આ વખતે કોરોના ગાઈડ લાઈનની સાથે મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.
જો કે, શિવરાત્રિનો તહેવાર સુમુલ ડેરીને લાભદાયી સાબિત થયો છે. ડેરી દ્વારા શિવરાત્રિના દિવસે 14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે પણ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક તથા ઉપવાસમાં દૂધની માંગ વધારે રહેતી હોવાને લીધે સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટર દૂધનું વેચાણ વધારે થયું છે.
રેકોર્ડ બ્રેક થયો :
શહેરમાં આવેલ સુમુલ ડેરીમાંથી દર વર્ષે શિવરાત્રિના દિવસે સામાન્ય દિવસો કરતાં વધારે દૂધ વેચાણ થતું હોય છે. જો કે, આજે શિવરાત્રિ નિમિતે સામાન્ય દિવસો કરતાં 3 લાખથી વધારે લિટર દૂધનું વેચાણ થયું છે કે, જેનાથી જૂના બધાં જ રેકોર્ડ તૂટી ગયા છે. આજના દિવસે સુમુલ ડેરીમાંથી દૂધ તથા છાશનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. છાશનું વેચાણ 2,84,478 લિટર થયું છે.
પરંપરાને લીધે વેચાણ વધ્યું :
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું હતું કે, મહાશિવરાત્રિએ શિવાલયોમાં દૂધ ચઢાવવાની પ્રથાને લીધે દૂધનું વેચાણ વધારે થયું છે. ડેરી દ્વારા રેકોર્ડ બ્રેક વેચાણનો લાભ ગામમાં પશુપાલન કરતાં લોકોને થશે. ગામના લોકોને રોજગારી દૂધનું વેચાણ વધતા વધુ પ્રમાણમાં મળશે. જેને લીધે ગ્રામ્ય અર્થતંત્ર પણ મજબૂત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle