હવસના ભોગી નરાધમે સાત વર્ષની બાળકીને પીંખી નાખી, ભૂખ ન મટી તો આપ્યું તડપતુ મોત

દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. હરિયાણા (Haryana)ના કૈથલ (Kaithal)માં એક યુવકે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી.

આ ઘટના શનિવાર બપોરે ત્રણ વાગ્યાના આસપાસની છે. આ ઘટનામાં બાળકીને લલચાવીને લઈ જતો એક યુવક CCTV કેમેરામાં કેદ દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, હરિયાણાના કૈથલમાં એક યુવકે માસૂમ બાળકીને લાલચ આપી જંગલમાં લઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં બાળકી પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી હતી. તેમજ બાળકીની લાશને બાળી દીધી હતી.

ત્યારબાદ બાળકીના પરિવાર દ્વારા દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેને પગલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરની નજીક લાગેલા CCTVમાં એક યુવક બાળકીને લાલચ આપી લઈ જતો દેખાયો હતો.

વધુ કાર્યવાહી હાથ ધરતા પોલીસને નજીકમાં આવેલા જંગલમાંથી અર્ધબળેલી અવસ્થામાં બાળકીની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકો આરોપી યુવકને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *