Shani vakri 2023: જ્યોતિષશાસ્ત્ર મુજબ માણસના જીવનમાં ગ્રહની ચાલનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્ર તો એવું કહે છે કે ગ્રહની ચાલને લઈને જ માણસના જીવનમાં સારાનરસા દિવસો આવતા હોય છે. આવી સ્થિતિમાં ગ્રહમાં મહત્વના ગણાતા શનિદેવ પૂર્વવર્તી સ્થિતિમાં વક્રી(Shani vakri 2023) કરી રહ્યા છે અને તે 15 ઓક્ટોબર સુધી આ જ સ્થિતિમા યથાવત રહેશે. જેને લઈને અમુક રાશિના લોકોને તો જાણે લીલાલહેર થઈ જાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે.
મેષ
શનિની આ વક્રી થી મેષ રાશિના જાતકોના જીવનમાં નસીબ આડે રહેલ પાંદડું હટી શકે છે. શનિની આ ચાલ તેઓ માટે ખૂબ જ ફળદાયી બનવાની છે. નવાકામ, આયોજન અને યોજનાનો શ્રી ગણેશ કરવાનો આનાથી વિશેષ સમય તમને ક્યાંય નહીં મળે! શનિની કૃપાથી કરિયરમાં નવી તકો મળશે. અણધાર્યા પૈસા મળવાના પણ સંજોગો વર્તાઈ રહ્યા છે.
મિથુન
પૂર્વવર્તી શનિ મિથુન રાશિના લોકો માટે ખુશીઓનો ખજાનો ખોલી દેશે. આ લોકોને 15 ઓક્ટોબર સુધી સફળતાના શિખરો સર કરશે તો વિદેશ પ્રવાસનું સપનું જોયને બેઠેલા આવા લોકોના સપનાને હકીકતની ઉડાન મળી શકે છે.
સિંહ
વધુમાં પૂર્વવર્તી શનિની વક્રી સિંહ રાશિના લોકો માટે પણ વરદાનરુપ સાબિત થઈ શકે છે. આ દિવસોમાં તમને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે આ સમયગાળા દરમિયાન, નોકરી કરતા લોકોને સફળતા મળશે અને તગડો નાણા લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે.
તુલા
શનિની આ વક્રી તુલા રાશિના જાતકો માટે આવકારદાયક અને સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ તો મજબૂત બનશે જ પરંતું કરિયર મામલે પણ તમારો ડંકો વાગી શકે છે. આ સમય દરમિયાન તમારી મહેનત બજારમાં રીતસરની બોલશે અને તેની યશસ્વી પરિણામ પણ તમને હાંસલ થઈ શકે છે.
ધનુ
શનિની પૂર્વવર્તી ચાલ ધનુ રાશિના લોકો માટે પણ સારો સમય લઈને આવી શકે છે. આ સ્થિતિમાં ધનું રાશિના લોકો જો નોકરી સાથે સંકળાયેલ હશે તો લોકોને સારા સમાચાર મળશે અને નવી નોકરી માટે મથામણ કરતા લોકોને હવે દરદર ભટકવાનું બંધ થઈ શકે છે. તેમને સુખદ પરિણામ મળશે. સાથે જ પ્રમોશનનો પણ સ્વાદ ચાખવા મળે તો નવાઈ નહિ!
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube