શેરબજારમાં તોફાની તેજી; એક્ઝિટ પોલના દમ પર સેન્સેક્સમાં 2 હજાર પોઈન્ટ ઉછળ્યો

Share market latest updates News: આજે ટ્રેનિંગ સપ્તાહની શરૂવાતમાં શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામના એક દિવસ પહેલા આજે બજારમાં (Share market latest updates News) હરિયાળી જોવા મળી છે. બજારમાં ઐતિહાસિક શરૂઆત થઈ છે નિફ્ટી 807 પોઈન્ટ વધીને 23,337ની સપાટીએ ખુલ્યો હતો. સેન્સેક્સ 2,622 પોઈન્ટ વધીને 76,583 પર ખુલ્યો હતો. નિફ્ટી બેંક 1906 પોઈન્ટ વધીને 50,889 પર ખુલ્યો હતો.

આજની મજબૂત શરૂઆત પછી BSE કંપનીઓની માર્કેટ મૂડીમાં મોટો વધારો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ $5.1 ટ્રિલિયનને વધી ગયું છે.

શેરબજાર પ્રી-ઓપનમાં મજબૂત
ભારતીય શેરબજાર સોમવારે પ્રી-ઓપનમાં મજબૂત જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 3.55% એટલે કે 2622 પોઈન્ટ વધીને 76,583 પર જોવા મળ્યું હતું, તો નિફ્ટી 3.58% એટલે કે 807 પોઈન્ટ વધીને 23,338 પર જોવા મળ્યું રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે BSC નો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 75.71 પોઈન્ટ અથવા 0.10 ટકાના વધારા સાથે 73,961.31 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 42.05 પોઈન્ટ અથવા 0.00 ટકાના વધારા સાથે 22,530.70 પર બંધ થયો હતો. ગયા સપ્તાહમાં સેન્સેક્સમાં 1,449 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 426 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.