શું ભાજપની આ ધારાસભ્ય ભગવાન છે? જાહેરમાં કહ્યું કે ભાજપને વોટ નહીં આપો તો આવતા જન્મમાં ઘેટા, બકરા, કુતરા, બિલાડી બનશો

Usha Thakur’s controversial statement: મધ્યપ્રદેશની પૂર્વ મંત્રી અને હાલમાં ભાજપની ધારાસભ્ય ઉષા ઠાકુરે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતા ભાજપને ઘેરવાની તૈયારીમાં છે. હકીકતમાં ભાજપની ધારાસભ્ય ઉષા ઠાકુરે કહ્યું કે ભાજપને (Usha Thakur’s controversial statement) જ વોટ આપો. જો વોટ વેચશો તો આગલા જન્મમાં ઘેટા, બકરી, ઊંટ, કુતરા અથવા બિલાડીનો જન્મ લેશો.

આ નિવેદન તેમણે પોતાના મતવિસ્તારના હાસલપુર ગામમાં આપ્યું હતું. વોટ વેચનારને ચેતવણી આપી અને કહ્યું કે પૈસા, દારૂ અથવા અન્ય કોઈપણ વસ્તુની લાલચમાં વોટ વેચવો લોકતંત્ર સાથે વિશ્વાસઘાત છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સીધી વાત ભગવાન સાથે થાય છે અને એટલા માટે તેમને આ ખબર છે કે, જે લોકો વોટ વેચશે તેમને આગલા જન્મમાં આવા જનાવરોનો અવતાર લેવો પડશે.

ઉષા ઠાકુરે કહ્યું કે ભાજપ સરકારની ઘણી યોજનાઓ જેમકે લાડલી બહેન યોજના અને કિસાન સન્માન નિધિ માધ્યમથી દરેક લાભાર્થીના ખાતામાં હજારો રૂપિયા આપે છે. તેમ છતાં જો વોટ 1000-500 રૂપિયામાં વેચાય છે તો આ માનવતા માટે શરમની વાત છે. આ નિવેદનમાં તેમણે મતદાતાઓને અપીલ કરી હતી કે તે પોતાના વોટ અને ઈમાનને ન વેચે અને ભાજપને જ વોટ આપે કારણ કે ભાજપ દેશ, ધર્મ અને સંસ્કૃતિની સેવા કરે છે.