હાલમાં એક ગામની એક ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. આ હીરા મળ્યા બાદ એક મજૂર અને તેના ભાગીદારનું નસીબ ચમક્યું હતું. બંને ખાણમાં મળેલા હીરાથી ખૂબ જ ખુશ છે. હાલમાં, બંનેએ સંબંધિત અધિકારીઓની મદદથી સ્થાનિક હીરા કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ભગવાનદાસ કુશવાહા અને તેની સાથે કામ કરતા મજૂરોને ખાણમાં ખોદકામ કરતાં બે હીરા મળી આવ્યા છે. તેમાં એક 7.94 કેરેટ છે અને બીજી 1.93 કેરેટનો છે.
મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ખોદકામમાં મળેલા હીરાની હરાજી માર્ચના બીજા સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. હરાજીની આવક કુશવાહા અને તેના સાથીને આપવામાં આવશે. તેમણે કહ્યું કે હીરાની કિંમત 35 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
તે જ સમયે, મજૂર કુશવાહા અને તેના સાથીએ જણાવ્યું હતું કે, તેઓએ હીરા સ્થાનિક કચેરીમાં જમા કરાવી દીધા છે. જ્યારે તેમને હીરાની હરાજીમાં મળેલી રકમ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, તે આ રકમનો ઉપયોગ બાળકોના શિક્ષણમાં કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle