ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી આકાશમાંથી અનોખી વસ્તુઓ જેવી કે અવકાશી ગોળા જેવી વસ્તુઓ નીચે પડતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આણંદ(Anand)ના વધુ એક ગામમાં અવકાશી પદાર્થ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદના સોજિત્રા(Sojitra)ના વિરોલ(Virol) ગામના શારદાપુરા વિસ્તારમાં દોઢ ફૂટ લાંબો કોઇ પદાર્થ મળી આવતા ગામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સાથે સ્થાનિકોના કહેવા અનુસાર, ધડાકા જેવો અવાજ પણ સાંભળવા મળ્યો હતો. જો કે, સોજીત્રા પોલીસ દ્વારા અવકાશી પદાર્થને કબજે કરીને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો છે.
આણંદના કાસોર ગામમાં ફૂટપટ્ટી આકાર ચીજ મળી આવી:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે એટલે કે સોમવારના રોજ આણંદના કાસોર ગામમાં પણ ફૂટપટ્ટી આકારનો એક પદાર્થ ઘેટા પર પડતા એક ઘેટાનું મૃત્યુ થવા પામ્યું હતું. આ પહેલા ઉમરેઠમાં પણ અવકાશી ગોળા પડવાની ઘટના સામે આવી હતી. ગ્રામજનોએ જણાવતા કહ્યું છે કે, બે દિવસ અગાઉ આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો અને પ્રચંડ અવાજ થયો હતો. રવિવારના રોજ સાંજે ખેડૂતે આ ટુકડો જોતાં ગામના આગેવાનોને આ અંગેની વાત કરવામાં આવી હતી. આમ, સોજિત્રા તાલુકાના 10 કિલોમીટરના વિસ્તારમાં ત્રણ જગ્યાએ અવકાશી પદાર્થના ટુકડા મળી આવતા ફફડાટ મચી ગયો હતો. જેને લઈને ગામલોકોમાં પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
ગ્રામજનોના જણાવ્યાં મુજબ જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા અહીંયા ઘડાકા થયા હતા ત્યારે અવકાશમાંથી છૂટાછવાયા ટૂકડાં નીચે જમીન પર પડ્યા હતા. જે હાલ અલગ-અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વિરોલમાં શારદાપુરા સીમમાં એક ખેતરમાંથી દોઢ ફૂટ લાંબો અવકાશી પદાર્થનો ટુકડો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સુકતા સાથે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. જો કે, આણંદમાં સતત બનતી જતી આ પ્રકારની ઘટનાઓને કારણે તંત્રએ નક્કર કારણ તાત્કાલિક પણે જાણવું અત્યંત જરૂરી છે.
અમે તમને જણાવી દઇએ કે, આકાશમાંથી ગોળા જમીન પર પડી આવતા લોકોના મનમાં અનેક સવાલ પેદા થઇ રહ્યા છે કે આ ગોળા તો વળી શું હશે? રોજ ગામમાં પડતા ગોળાને લઇને ગ્રામજનોને થતું હશે કે, આખરે આ અવકાશી ગોળો શું હશે? આકાશમાંથી શા માટે આવા ગોળી પડી રહ્યા છે? ક્યાંક એલિયનનું તો કોઇ વાત નથી ને? ગુજરાતમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે પરંતુ સાથે-સાથે લોકો એ જાણવા પણ ઉત્સુક છે કે ખરેખર આખરે આ વસ્તુ છે શું તે પણ એક પ્રશ્ન જ રહ્યો છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.