લખનઉમાં ફેસબુક પર કરવામાં આવેલ મિત્રતા, પ્રેમ અને દગાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ તેમનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હાલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, લખનઉની અલીગંજ બારાબંકીની રહેવાસી પીડિતા તેની ભાભી સાથે રહેતી હતી. બે વર્ષ પહેલા ફેસબુક દ્વારા તેની બનારસના શશાંક નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. શશાંક મુઝફ્ફરનગરમાં ખાનગી નોકરી કરતો હતો.
શશાંક યુવતીને જાણતો પણ ન હતો અને તેને યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરુ થઇ અને બંનેએ એક બીજા સાથે મિત્રતા બાંધી. ત્યાર બાદ શશાંકે યુવતીને મુઝફ્ફરનગર બોલાવી હતી. યુવતીના આવ્યા બાદ તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે યુવતીનો વીડિયો પણ બનાવ્યો હતો. યુવકે યુવતીને સતત ધમકાવવાનું શરૂ રાખ્યું અને બ્લેકમેઈલ કરતા કહ્યું કે, વિડીઓ વાયરલ કરી દઈશ. ધમકીને કારણે ડરી ગયેલ યુવતીએ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
યુવતીએ આરોપ લગાવતા કહ્યું છે કે, શશાંકે પહેલા મિત્રતા વિશે કહ્યું અને ત્યારબાદ લગ્નનું વચન પણ આપ્યું હતું. ત્યારબાદ યુવતીને ફસાવીને મુઝફ્ફરનગર લઈ ગયો હતો. ત્યાં તેણે એક અઠવાડિયા સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે એક અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને આ વિડીઓને વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
નોર્થ ઝોનના ડીસીપી રાયસ અખ્તરના જણાવ્યા અનુસાર, ફેસબુક પર મહિલા સાથે મિત્રતા કર્યા બાદ યુવકે તેને પોતાની સાથે લઈ ગયો હતો અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે મહિલાએ એફઆઈઆર નોંધાવી હતી. આ કેસમાં આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.