ગુજરાત(Gujarat): રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતા પાણીએ રોવડાવનાર પેપરલીક કાંડના આરોપીઓને 12 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક(Junior Clerk Paper Leak) લઈને ગુજરાત ATSએ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી એવા શ્રદ્ધાકર લુહાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપીને 14 દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યો હતો. ત્યારે તેની પૂછપરછમાં ચોંકાવનારો ધડાકો થયો છે. રાજ્યમાં પેપરલીક(Paper leak)ના કારણે હજારો બેરોજગારોની કિસ્મત ફૂટતા તેમના સપનાં પણ તૂટી ગયાં છે. આ પેપરલીક કાંડ અંગે મોટા ખુલાસાઓ થયા છે. આરોપી શ્રદ્ધાકર લુહાનીએ પ્રદીપ નાયકને 7 લાખ રૂપિયામાં પેપર વેચ્યું(Paper sold for 7 lakhs) હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કુલ 16 જેટલા આરોપીની કરવામાં આવી છે ધરપકડ:
મહત્વનું છે કે, ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી હતી. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક મોટા ખુલાસા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો હોવાનું પણ ખુલ્યું છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જિંદગી જીવે છે. જણાવી દઈએ કે, કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતાં અને 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.