વાયરલ(Viral): જો તમે રસ્તા પર ચાલતા હોવ તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે, પરંતુ ક્યારે શું થશે તેની કોઈને ખબર હોતી નથી. અવારનવાર થઇ રહેલા માર્ગ અકસ્માત(Accident)નો કોઈ ભરોસો જ નથી હોતો, કારણ કે, કઈ ગાડી આવીને ક્યારે તમને ટક્કર મારી જાય તેનો કોઈ ખ્યાલ જ નથી હોતો. એટલે તો રસ્તા પર જઈ રહેલા લોકોને સાવધાની પૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવે છે. આમ જોવામાં આવે તો પુરપાટ ઝડપે આવી રહેલા વાહનને કારણે જ અકસ્માત સર્જાતા હોય છે. સોશિયલ મીડિયા(Social media)માં હાલમાં એવો જ એક અકસ્માતનો વિડીયો વાયરલ(Viral video) થઇ રહ્યો છે, જેને જોઇને તમારા રુવાડા બેઠા થઇ જશે.
આ વિડીયોમાં એક ટ્રક અચાનક સંતુલન ગુમાવી દે છે અને પછી તે પલટી મારી જાય છે. પરંતુ આ બધા વચ્ચે એક બાઈક સવાર ટ્રકનો શિકાર બને છે. આ અકસ્માતમાં બાઈક સવારની શું હાલત થઇ હશે તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી. વિડીયોમાં તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, પુરપાટ ઝડપથી આવી રહેલો ટ્રક પોતાનું સંતુલન ગુમાવી દે છે અને પલટી મારી જાય છે અને બાઈક ચાલક આ ટ્રક નીચે દબાઈ જાય છે. જોવામાં આવે તો બાઈક સવારે પોતાનો જીવ બચાવવાની કોશિશ તો કરી હતી, બાઈકમાં બ્રેક પણ મારી હતી, પરંતુ સ્લીપ મારી ગયો હતો અને ટ્રક નીચે દબાઈ ગયો હતો.
જુઓ રુવાડા બેઠા કરી દે તેવો વિડીયો:
Pray for bro cuz it don’t look good 🙏 pic.twitter.com/QamiDptRsJ
— Vicious Videos (@ViciousVideos) January 10, 2023
ખરેખર આ વિડીયો સૌ કોઈના રુવાડા બેઠા કરી દે તેવો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વિડીયોને લાઈક પણ કર્યો છે.
આ વિડીયો જોયા પછી, લોકો દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. કેટલાક લોકો તો એમ કહી રહ્યા છે કે ટ્રકની નીચે આવી ગયેલા બાઇક સવારનું મૃત્યુ ચોક્કસ થયું હશે, જ્યારે કેટલાક તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અકસ્માતના આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઈને સૌ કોઈ લોકોના શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. જયારે કોઈ બદમાશ લોકોના કારણે નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવવાનો વખત આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.