પ્રાઈવેટ પાર્ટમાં સેવિંગ કરવું જોઈએ કે વેકસિંગ? હેર રીમૂવ બાદ ભૂલથી પણ ન કરતાં આ ભૂલ

Private Part Saving: પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા અને હાઇજીન દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. પરંતુ જ્યારે વાળ દૂર કરવાની (Private Part Saving) વાત આવે છે, ત્યારે ઘણીવાર મૂંઝવણ રહે છે કે શેવ કરવું કે વેક્સ કરવું? બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વાળ દૂર કર્યા પછી ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવી જોઈએ, નહીં તો ત્વચાને નુકસાન થઈ શકે છે અને કાળાશ વધી શકે છે.

આમ તો, શેવિંગ એ એક સરળ, ઓછો સમય લેતી અને પીડારહિત પદ્ધતિ છે, જે તમે ઘરે કરી શકો છો. પરંતુ આનાથી વાળ ઝડપથી પાછા ઉગે છે અને ત્વચા પર ફોલ્લીઓ અથવા બળતરા થઈ શકે છે. જ્યારે વેક્સિંગ થોડું પીડાદાયક હોય છે, તે વાળ લાંબા સમય પછી આવે છે અને ત્વચાને મુલાયમ રાખે છે. જોકે, જો વેક્સિંગ પછી ત્વચાની સંભાળ રાખવામાં ન આવે તો લાલાશ, બળતરા અથવા ચેપનું જોખમ વધી શકે છે.

પ્રાઇવેટ પાર્ટ માટે હાર્ડ વેક્સને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ખાસ કરીને બિકીની વિસ્તાર, અંડરઆર્મ્સ, ચહેરા જેવી નાજુક ત્વચા પર થાય છે. આનાથી દુખાવો પણ ઓછો થાય છે, કારણ કે તે ફક્ત વાળને જ પકડે છે, ત્વચાને નહીં. તે મૂળમાંથી વાળ દૂર કરે છે.

વેક્સિંગ કર્યા પછી શું કરવું?
વેક્સિંગ અથવા શેવિંગ કર્યા પછી તરત જ, ત્વચાની બળતરા ઘટાડવા માટે તે પાર્ટને ઠંડા પાણીથી ધોઈ લો. આ પછી, તે ભાગને સ્વચ્છ કપડાથી હળવેથી સાફ કરી દો, તેને ઘસશો નહીં. પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ તેલ અથવા એલોવેરા જેલ લગાવો. તે બળતરા ઘટાડે છે અને ત્વચાને નરમ બનાવે છે. વાળ દૂર કર્યા પછી તરત જ ચુસ્ત અન્ડરવેર અથવા કપડાં પહેરવાથી ત્વચા પર ઘર્ષણ થાય છે, જેનાથી ફોલ્લીઓ થઈ શકે છે. દૂર કર્યા પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી ઘસશો નહીં અથવા સાબુનો ઉપયોગ કરશો નહીં.