પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શનાર્થી બન્યા શ્રી ત્રિદંડી ચિન્ના જિયર સ્વામી- અનુભવ જણાવતા કહ્યું…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગર (Pramukh swami Nagar)નાં દર્શનાર્થે આવ્યા હતા. આજે સાંજની વિશેષ સભા ‘પરાભક્તિ’માં સૌ હાજર રહ્યા હતા.

એક એક પળ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ અને કાર્યો આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં પણ પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા હતા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ પ્રમુખસ્વામી મહારાજનું ઉર્જાકેન્દ્ર હતું. વિશાળ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું.

અમે તમને જણાવી દઈએ કે, પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતું. ‘પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ પ્રવચન આપ્યું હતું.

ગઈકાલના સંધ્યા સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ પ્રમુખસ્વામી અર્પણ કરી અંજલિ:
જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી(JIRA)ના શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામીએ દાસત્વભક્તિની પરાકાષ્ઠારૂપ એવા પ્રમુખસ્વામી મહારાજ વિશે જણાવતા કહ્યું હતું કે, આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ઉપસ્થિત રહેવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે એ તેમની સાધુતા અને ભક્તિથી અનેક લોકોને પ્રભાવિત કર્યા છે અને તેઓ એક એવી વિભૂતિ છે જેમના દ્વારા હજાર સંતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેરતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ અત્યારે અહી હાજર નથી પરંતુ આપને અંતર મનમાં અખંડ હાજર છે અને તેમનું સાક્ષાત સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણી વચ્ચે હાજર છે અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય આધ્યાત્મિક વારસાને આગળ વધારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સાથે જ યોગીજી મહારાજના દિલ્હી અક્ષરધામના દિવ્ય સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે પૂર્ણ કરીને આદર્શ ગુરુભક્તિ અદા કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,”ધનુરમાસમાં દિવ્ય સંતોની હાજરીમાં રહેવા મળે એ આશયથી હું આજે આ નગરમાં આવ્યો છું.” “આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સત્વગુણ ની વૃદ્ધિ કરે તેવો અનોખો મહોત્સવ છે, લોકોને શાંતિ આપે તે પ્રકારનો મહોત્સવ છે.” “આ નગર જોતા લાગે છે કે, આ હંગામી ધોરણે માટે બનાવવામાં આવ્યું છે પણ આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ શાશ્વતકાળ માટે બન્યું છે.”

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *