શુભમન બન્યો ‘શુભમેન’: સદી ફટકારી બની ગયો વિશ્વનો સૌપ્રથમ આ સિદ્ધિ મેળવનાર ખેલાડી

Shubman Gill’s century: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા શુભમન ગીલ ભારત માટે શુભ સાબિત થયો છે. અમદાવાદમાં ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતીય ટીમના યુવા સ્ટાર શુભમન ગીલે શાનદાર (Shubman Gill’s century) સદી ફટકારી સાઉથ આફ્રિકાના હાસીમ અમલાને પાછળ છોડી દીધો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય અને શુભમન ન રમે એવું ન બને. જીલે 102 બોલમાં 112 રન ફટકાર્યા હતા.

સૌથી ઝડપી 2500 રન બનાવ્યા
શુભમન ગીલે ODI ઇતિહાસમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આવું અત્યાર સુધીમાં ક્રિકેટ જગતનો કોઈ ખેલાડી કરી શક્યો નથી. શુભમને 31 જાન્યુઆરી 2019 ના રોજ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ તરફથી પોતાની 50 મી વન ડે રમી રહેલ શુભમન ગીલે આ જાદુઈ આંકડો પાર કર્યો હતો. ગીલએ સાઉથ આફ્રિકાના દિગજ ખેલાડી અમલાનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 51મી મેચમાં 2500 રનનો આંકડો પાર કર્યો હતો.

વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગમાં 2500 રન
1 શુભ મંદિર (ભારત) 50 ઈનિંગ
2 હાસિમ અમલા (દક્ષિણ આફ્રિકા) 51 ઈનિંગ
3 ઇમામ કુલ હક (પાકિસ્તાન) 52 ઈનિંગ

આ બધાથી ઉપર જઈને શુભમન ગીલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણીમાં ખૂબ સારો દેખાવ કર્યો છે. ગિલે પહેલી મેચમાં 96 બોલમાં 87 રન, બીજી મેચમાં 52 બોલમાં 60 રન બનાવ્યા હતા.