Shubman Gill Health Update: ICC ODI વર્લ્ડ કપ 2023ની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ડેન્ગ્યુથી પીડિત સ્ટાર ઓપનર શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની બીજી મેચ પણ રમી શકશે નહીં. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં ટીમનો 6 વિકેટે વિજય થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં પણ શુભમન ગિલ રમ્યો નહોતો. હવે ભારતીય ટીમ બુધવારે (11 ઓક્ટોબર) દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે તેની બીજી મેચ રમવાની છે.
Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit. (PTI).
A big set back for India ahead of big matches in the coming days! pic.twitter.com/o5nUTjX6Hd
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગિલ ડેન્ગ્યુથી પીડિત છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ, ગિલને સોમવારે સવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડૉ. રિઝવાન ખાનની દેખરેખ હેઠળ ડૉક્ટરોની એક ટીમે તેમના પર નજર રાખી.
ક્રિકબઝના જણાવ્યા અનુસાર, ગિલના પ્લેટલેટ્સમાં સુધારો નથી થઈ રહ્યો, જેના કારણે તે ટીમ સાથે દિલ્હી ગયો નથી. પ્લેટલેટ કાઉન્ટ ઓછું હોય તો ઉડ્ડયન ટાળવા માટે ટીમ મેનેજમેન્ટને તબીબી સલાહ આપવામાં આવી છે. આ પહેલા સોમવારે બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી હતી કે ગિલ અફઘાનિસ્તાન સામેની મેચમાં નહીં રમે.
🚨 Medical Update: Shubman Gill 🚨
More Details 🔽 #TeamIndia | #CWC23 | #MeninBluehttps://t.co/qbzHChSMnm
— BCCI (@BCCI) October 9, 2023
શુભમન ગિલનું સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરતી વખતે, BCCIએ કહ્યું કે તે હજુ પણ ચેન્નાઈમાં મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે. ગિલ ટીમ સાથે દિલ્હી પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં તે અફઘાનિસ્તાન સામેની મેચ રમી શકશે નહીં. જો કે આ પછી ભારતીય ટીમે તેની ત્રીજી મેચ પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમવાની છે. બીસીસીઆઈએ આ અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ ગિલના આ ત્રીજી મેચમાં રમવાની શક્યતાઓ પણ ઘણી ઓછી જણાઈ રહી છે.
પાકિસ્તાન સામે પણ રમવું મુશ્કેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. તે મેચમાં પણ ગિલના રમવાની શક્યતા ઓછી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં ગિલની સ્થિતિમાં સુધારો થશે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેઓ હોટેલમાં પરત ફરી શકે છે. જો તેમની તબિયત સારી હોય તો તેઓ સીધા અમદાવાદ જઈ શકે છે.
ડેન્ગ્યુના કારણે ગિલ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ પણ રમી શક્યો ન હતો. તેની જગ્યાએ ઈશાન કિશને મેચની શરૂઆત કરી હતી. ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. BCCIએ 6 દિવસ પહેલા કહ્યું હતું કે પ્રથમ મેચ માટે ચેન્નાઈ પહોંચ્યા બાદ શુભમનને ખૂબ તાવ આવ્યો હતો. જ્યારે તેના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેને ડેન્ગ્યુ હોવાનું જણાયું હતું.
Shubman Gill is likely to miss the Pakistan match in World Cup. [PTI]
Get well soon, Gill….!!!!!! pic.twitter.com/pbr1kbbJGc
— Johns. (@CricCrazyJohns) October 10, 2023
ગિલની જગ્યાએ ઈશાનને મળશે તક
તમને જણાવી દઈએ કે, 6 ઓક્ટોબરે જ આ માહિતી સામે આવી હતી કે શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવી સ્થિતિમાં તે 9 ઓક્ટોબરે રમાયેલી પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ગિલની જગ્યાએ ઈશાન કિશનને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ઓપનિંગ દરમિયાન ઈશાન ખાતું પણ ખોલી શક્યો નહોતો. હવે અફઘાનિસ્તાન સામે પણ માત્ર ઈશાનને જ તક આપવામાં આવી શકે છે.
શુભમન ગિલના રેકોર્ડ અને આંકડા
શુભમન ગિલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ગિલ 2023માં ODIમાં ભારતનો ટોપ સ્કોરર છે. શુભમન ગિલ 35 ODI રમી ચૂક્યો છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 66.10ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી પોતાના બેટથી 1917 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 6 સદી અને 9 અડધી સદી છે. આવી સ્થિતિમાં તેને વનડેમાં ટીમમાં રાખવો ખૂબ જ જરૂરી છે. જ્યારે 11 T20 ઈન્ટરનેશનલ મેચોમાં શુભમન ગીલે 11 મેચમાં 30.40ની એવરેજથી 304 રન બનાવ્યા છે. જ્યારે ગિલે 18 ટેસ્ટની 33 ઇનિંગ્સમાં 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube