આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ઘટવો જોવા મળ્યો છે. આજે ચાંદી રૂપિયા 779ના વધારા સાથે 69,797 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. આજે માત્ર સોનું જ નહિ પરંતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
ગઈકાલે એટલે કે મંગળવારે ચાંદી 66,871 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આજે ચાંદી રૂ.184 ઘટીને રૂ. 66,687 પ્રતિ કિલો પર ખુલી છે. જો કે, પછીના સોદામાં, ઘટાડો વધુ ખરાબ થયો હતો. શરૂઆતના કારોબારમાં જ ચાંદી એક દિવસની ઊંચી કિંમત રૂ. 67,038 પ્રતિ કિલો અને દિવસની નીચી કિંમત રૂ. 66,413 પ્રતિ કિલોએ પહોંચી હતી.
ગયા સપ્તાહે વાયદા બજારમાં સોના-ચાંદીની સ્થિતિ
ગયા અઠવાડિયે એટલે કે સોમવારે વાયદા બજારમાં સોનું રૂ. 49 હજાર પ્રતિ 10 ગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યું હતું, જે શુક્રવાર સાંજ સુધીમાં રૂ. 650 વધીને રૂ. 49,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો સોમવારે વાયદા બજારમાં ચાંદી રૂ. 63,200ની નજીક હતી, જે શુક્રવાર સાંજ સુધીમાં લગભગ રૂ. 4,400 વધીને 67,600ની નજીક પહોંચી ગઈ છે.
બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતો જોવા મળ્યો હતો. સ્પોટ સોનું 0.2 ટકા વધીને $1863.83 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1 ટકા ઘટીને $1868.10 પ્રતિ ઔંસ થયું હતું. વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ ETF SPDR ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.20 ટકા ઘટીને 1167.53 ટન થયું છે. જયારે મંગળવારે તે 1169.86 ટન હતું. તે દરમિયાન, ચાંદી એક ટકા વધીને 25.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.