1 જુલાઈથી બદલાશે સિમ કાર્ડના નિયમો, તમે નહીં કરી શકશો આ મહત્વપૂર્ણ કામ; જાણો થશે શું ફેરફાર

New Rules from 1 July: સિમ કાર્ડના નવા નિયમોને લઈને સમય-સમય પર નવું અપડેટ આવતુ રહે છે. આ કડીમાં મોબાઈલ યૂઝર્સ માટે જરૂરી સૂચના બહાર પાડવામાં આવી રહી છે. ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોબાઈલ પોર્ટેબિલિટી નિયમમાં બદલાવ(New Rules from 1 July) કરવાનો નિર્ણય કર્યો છે.

સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે TRAIની તરફથી આ નિયમ લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1 જુલાઈથી આ નિયમ લાગૂ થઈ જશે. TRAIએ ટેલીકમ્યુનિકેશન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગુલેશન ડ્રાફ્ટ રિલીઝ કર્યું છે. આ ટેલીકમ્યુનિકેશન વિભાગની સલાહ પર આપવામાં આવ્યું છે.

શું બદલાયું?

જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય, તો તમારે થોડીવાર રાહ જોવી પડશે. અગાઉ સિમકાર્ડ ચોરાઈ જાય કે બગડી જાય તો તમને તરત જ સ્ટોરમાંથી સિમ કાર્ડ મળી જતું હતું. પરંતુ હવે તેનો લોકીંગ પિરિયડ લંબાવવામાં આવ્યો છે. હવે યુઝર્સને 7 દિવસ રાહ જોવી પડશે, આ પછી જ યુઝર્સને નવું સિમ કાર્ડ મળશે. એટલે કે તમને આ સિમ કાર્ડ આગામી સાત દિવસ પછી જ મળશે જે MNP નિયમમાં ફેરફાર બાદ લાગુ કરવામાં આવ્યું છે.

કેમ લેવાયો નિર્ણય?

વાસ્તવમાં આ નિર્ણય TRAI દ્વારા લેવામાં આવ્યો છે. કારણ કે આ નિર્ણય ફોર્ડ અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યો હતો. ઘણા કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે એકવાર સિમકાર્ડ ચોરાઈ ગયા પછી તે નંબર બીજા સિમ કાર્ડ પર એક્ટિવેટ થઈ ગયો હતો. આ પછી બીજી કોઈ ઘટનાને અંજામ આપવામાં આવે છે. હવે આ નિર્ણય ઓનલાઈન સ્કેમ જેવી ઘટનાઓને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. ટ્રાઈ દ્વારા માર્ચમાં આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી.

સિમ સ્વેપિંગ

સિમ સ્વેપિંગનો અર્થ એ છે કે તે જ નંબરને બીજા સિમ કાર્ડ પર સક્રિય કરવો. હવે જ્યારે આ જ નંબર બીજા સિમ કાર્ડ પર મેળવાય છે ત્યારે આવી ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આવી ઘટનાઓ ટાળવા માટે, સિમ સ્વેપિંગનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.