બહેનના લગ્નની ડોલી ઉઠે એ પહેલા જ સગા ભાઈની અર્થી ઉઠતા હૈયાફાટ રૂદન સાથે રડી પડ્યો પરિવાર- જુઓ વિડીયો

બિહાર(Bihar)ના રાજગઢ(Rajgarh)માં બહેનની ડોલી ઊઠે એ પહેલાં ભાઈની અર્થી ઉઠતા પરિવારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો બિહારના બડબેલી(Badbelly) ગામનો હોવાનું સામે આવ્યું છે. બડબેલીમાં રાજપૂત પરિવાર(Rajput family)ની દીકરીના લગ્ન થવા જઈ રહ્યા હતા અને રાત્રે જાન પણ આવવાની હતી. આ જાનને લગ્નસ્થળ સુધી લાવવાની જવાબદારી બહેનના ત્રણ ભાઈને સોંપવામાં આવી હતી. ભાઈઓ જેવા રોડ સુધી બહેનની જાનને લેવા નીકળ્યા કે તુરંત જ એક હાઈ સ્પીડ લોડિંગ વાહને તેમને જોરદાર ટક્કર મારી અને તેને જીવતો કચડીને નીકળી ગઈ હતી. આ ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય બે ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પ્રાપ્ત માહિતી અનુસાર, બડબેલી બિહાર ગામમાં ચંદ સિંહ સોલંકીના ઘરે દીકરીના લગ્ન હોવાને કારણે ખુશીનો માહોલ હતો. આ લગ્નમાં મહેમાનોને ઘરે લાવવાની જવાબદારી ચાંદ સિંહના નાના ભાઈ ઉમેશ સિંહના પુત્ર રાજ સોલંકીને સોંપવામાં આવી હતી. શુક્રવારના રોજ સાંજના અરસે તેઓ બે પિતરાઈ ભાઈઓ સાથે પચોર જવા માટે નીકળ્યા હતા.

બોડા પાસે કાંકડ વાલે હનુમાન મંદિરની સામે જ પચોર બાજુથી આવી રહેલા ભારે વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ગાડી પર સવાર ત્રણેય ત્યાં રોડ પર જ ઢળી પડ્યા હતા. ડ્રાઈવર પોતાની ગાડી રોકવાને બદલે ઝડપી ગતિએ તેને કચડીને ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં રાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળના ભાગમાં બેઠેલા 17 વર્ષના છગન અને 16 વર્ષના વિજયરાજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ગત વર્ષે કોરોનાને કારણે પિતાનું મોત નીપજ્યું હતું:
રાજના પિતા ઉમેશ સોલંકીનું ગત વર્ષે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. રાજપૂત પરિવારમાં શનિવારના રોજ રાત્રે છોકરીના લગ્ન છે અને આજે સવારે 7.30 કલાકે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *