સુરતમાં ચકચારી હાફ મર્ડર અને રાયોટીંગ ના ગુન્હામાં ભાગતા ફરતા આરોપી કરૂણેશ રાણપરીયા (Karunesh Ranpariya) અને તેની ટોળકીને શોધવા મથી રહેલ ઉતરાણ પોલીસ હજી સુધી કોઈ પરિણામ દેખાડી શકતી નથી સ્માર્ટ સિટી સુરતમાં ઠેર ઠેર કેમેરાઓ લગાવેલા છે ત્યારે આ ઘટનાને અંજામ આપીને કરુનેશ રાણપરીયા અને તેની ટોળકી કઈ દિશામાં ફરાર થયા છે, તે પણ પોલીસ જાણી શકી નથી.
કરૂણેશ રાણપરીયાની વિરુદ્ધમાં પ્રથમ વખત કોઈ ગુનો દાખલ થતા કેટલાક લોકો હિંમત કરીને કરૂણેશના કારણે હેરાન પરેશાન થઈ રહેલા માણસો સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગતરોજ સામાજિક સંસ્થા પાસેથી સૈનિકોના નામે લેવામાં આવેલા 35 લાખ રૂપિયા અંગેનું પોલીસે આ સામાજિક સંસ્થા ચલાવનાર યુવાનનું નિવેદન નોંધ્યું છે. આ ઘટના ભૂતકાળમાં જ બહાર આવી હતી, ત્યારે આ સંસ્થાએ આ યુવાનને મદદ કરવાને બદલે તેને સમજાવી દીધો હતો અને સંસ્થાએ કરુણેશ રાણપરિયાને (Karunesh Ranpariya news) આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોતાની સંસ્થાનું નામ વપરાશમાં લેવાનું બંધ કરી દેવા સુચના અપાઈ હતી. અને હાલમાં આ હત્યાની કોશિશનો ગુનો નોંધાયા બાદ ટ્રસ્ટ દ્વારા આ વાત લેટર પેડ પર જાહેરાત કરવી પડી હતી.
અન્ય એક મહિલાએ ભૂતકાળમાં કરૂણેશ એ તેના તેજસ સંગઠનના ભાગીદાર હિતેશ ભીકડીયા મારફતે પોતાની સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાની મેટરમાં પતાવટ માટે ૧૦ ટકા કમિશન માંગ્યું હોવાની વાત સામે આવી હતી. મીડિયામાં વહેતી થઈ છે પણ પોલીસે આ મહિલાનું નિવેદન હજી સુધી ઓન રેકોર્ડ લીધું નથી. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એહ બી ચૌધરીને આ બાબતે રજુઆત પણ કરવામાં આવેલ છે.
અન્ય એક કિસ્સાની વાત કરીએ તો ત્રણ પાટીદાર યુવાન પાસેથી કરૂણેશ રાણપરીયા અને તેની ટોળકી તું તારા ધંધામાં ખોટું કરે છે, હું સાહેબને કહીને તારે ત્યાં રેડ કરાવીશ અને જેલમાં મોકલાવીશ તેવી ધમકી ડરાવીને રાતોરાત 30 લાખથી વધુની રકમ પડાવી હતી અને એફિડેવિટ કરાવ્યા હતા.
આ પીડિતો નું કહેવું છે પોલીસ ના અધિકારીઓ અને મોટા રાજકીય નેતાઓ સાથે કરુણેશ ને સંબંધો છે અને અમને પોલીસે ભૂતકાળમાં મદદ નથી કરી તો અત્યારે કેવી રીતે મદદ કરે?
લોકોમાં કરુણેશ નો ખૌફ હજુ પણ હયાત છે, આ ડર દૂર કરવા પોલીસે જાતે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ રચીને કરુણેશ એ જે લોકોને લૂંટ્યા છે અથવા હેરાન કર્યા છે, તે બાબતો સામે આવવી જરૂરી છે. તેની તપાસ થવી અત્યંત જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો થોડા સમય અગાઉ પકડાયેલા મહાઠગ કિરણ પટેલ જેવા પરિણામો કરુણેશ રાણપરિયા કેસમાં જોવા મળે તો નવાઈ નહીં. કેમ કે કરુણેશ રાણપરિયા પણ મોટા અધિકારીઓ અને નેતાઓએ સાથે બેસવા ફરવાના સંબંધો ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.