હચમચાવી દે તેવો દર્દનાક ટ્રેન અકસ્માત, ટ્રેક ઓળંગવા જતા છ લોકો ટ્રેન નીચે જીવતા કચડાયા- ‘ઓમ શાંતિ’

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રીકાકુલમ(Srikakulam) જિલ્લામાં સોમવારે મોડી રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત(Train accident) થયો હતો. કોણાર્ક એક્સપ્રેસ(Konark Express)ની ટક્કરથી છ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા…

આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રીકાકુલમ(Srikakulam) જિલ્લામાં સોમવારે મોડી રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત(Train accident) થયો હતો. કોણાર્ક એક્સપ્રેસ(Konark Express)ની ટક્કરથી છ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક મુસાફરો તે સમયે રેલ્વે ટ્રેક પર ઉતરી ગયા હતા. તે સમયે આ લોકો બીજી દિશામાંથી આવી રહેલી કોણાર્ક એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા.

જાણો કેવી રીતે સર્જાયો ખતરનાક અકસ્માત:
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસને ટેકનિકલ સમસ્યાના કારણે બટુવા ગામ પાસે રોકી દેવામાં આવી હતી. ટ્રેન ઉભી થતાં કેટલાક લોકો નીચે ઉતરીને બીજા ટ્રેક પર ઉભા રહી ગયા હતા. તે જ સમયે બીજા ટ્રેક પર કોણાર્ક એક્સપ્રેસ આવી રહી હતી. આવી સ્થિતિમાં ટ્રેક પર ઉભેલા લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક જીઆર રાધિકાએ ફોન પર જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે છ મૃતદેહોની ઓળખ કરી છે. અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણવા માટે સરકારી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

દરમિયાન મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા અધિકારીઓને રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *