શું ફ્રીજમાં સ્માર્ટ ફોન જલ્દી ચાર્જ થાય છે? આ વ્યક્તિએ ટ્રાય કર્યું તો થયું એવું કે, જાણી વિશ્વાસ નહિ આવે- જુઓ વિડીયો

આજના આ ટેકનોલોજીના(Technology) યુગમાં ખુબ જ ફાસ્ટ ચાર્જિંગ (Fast charging) સ્માર્ટફોન (Smartphone) આવવા લાગ્યા છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેમનો ફોન અડધા કલાકમાં…

આજના આ ટેકનોલોજીના(Technology) યુગમાં ખુબ જ ફાસ્ટ ચાર્જિંગ (Fast charging) સ્માર્ટફોન (Smartphone) આવવા લાગ્યા છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેમનો ફોન અડધા કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. ત્યારબાદ ઘણા યુટ્યુબર્સ ફોનનું પરીક્ષણ કરે છે અને કહે છે કે ફોન ખરેખર કેટલી મિનિટમાં ચાર્જ થયો હતો.

ત્યારે હાલમાં જ એક લોકપ્રિય YouTuber TechRax એ OnePlus 9 Pro સાથે એક વિચિત્ર પ્રયોગ કર્યો હોવાનો વિડીઓ વાયરલ થઈ રહ્યો છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ ફોન 45 મિનિટની અંદર શૂન્યથી 100% સુધી ફુલ ચાર્જ થઈ જશે. TechRaxએ આ અંગે એક વીડિયો બનાવ્યો છે. એકવાર તેણે સામાન્ય તાપમાને ફોનને સંપૂર્ણપણે ચાર્જ કર્યો, પછી ફ્રિજની અંદર ફોન ચાર્જ કર્યો. ત્યારબાદ શું થયું એ જાણીએ.

આ YouTuber એ પહેલા ફોનને સામાન્ય તાપમાને ચાર્જ કર્યો. ત્યારે ફોન માત્ર 42.3 મિનિટમાં શૂન્યથી 100% થઈ ગયો. એટલે કે કંપની દ્વારા કરવામાં આવેલો દાવો સાચો સાબિત થયો. તે પછી પણ યુટ્યુબર અટક્યો નહોતો. ત્યારબાદ તેણે ફોનને ફરીથી અલગ રીતે ચાર્જ કર્યો. પછી તેણે ફ્રીઝરને 39 ડિગ્રી ફેરનહીટ પર સેટ કરીને ફોનને ચાર્જ પર મૂક્યો. એ પછી જે થયું તે ચોંકાવનારું હતું. ફોન માત્ર 41 મિનિટમાં જ સંપૂર્ણ ચાર્જ થઈ ગયો હતો. તે પછી તેણે ફ્રીઝરને 37 ડિગ્રી ફેરનહીટ પર સેટ કરીને ફોન ચાર્જ કર્યો, પછી ફોન વધુ ઝડપથી ચાર્જ થયો. ફોન માત્ર 40 મિનિટમાં જ સંપૂર્ણ ચાર્જ થઈ ગયો.

ત્યારબાદ પણ આ યુટ્યુબરે પોતાના પ્રોયોગો ચાલુ જ રાખ્યા હતા. TechRax એ OnePlus 9 Pro ને લગભગ 20 સેકન્ડ માટે પ્રવાહી નાઇટ્રોજનમાં મૂક્યું. તો પણ ફોન હજુ ચાલુ જ હતો. બહાર કાઢતા જ ફોન સાવ થીજી ગયો. જ્યારે તેણે તેને ફરીથી ચાર્જ પર મૂક્યો, ત્યારે સ્ક્રીન ચાલુ ન થઈ. પરંતુ તેના કહેવા મુજબ, ફોન ચાર્જ થઈ રહ્યો હતો. પરંતુ થોડી જ મીનીટોમાં આ ફોનની સ્ક્રીન તૂટી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *